________________
૮૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સંજ્ઞી-અસંજ્ઞી જીવોમાં જ્ઞાન-અજ્ઞાનનું કથન છે.
મન સહિતના જીવો સંજ્ઞી, મન રહિતના જીવો અસંજ્ઞી અને મનના ઉપયોગ રહિત જીવો નોસંજ્ઞીનોઅસંશી કહેવાય છે. સલી જીવોમાં સઇન્દ્રિય જીવોની જેમ એકથી બાર ગુણસ્થાન હોય છે. તેથી તેમાં ચાર જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન ભજનાથી પ્રાપ્ત થાય છે. અસંજ્ઞી જીવોમાં ત્રણ વિકસેન્દ્રિય જીવોની જેમ પહેલું અને બીજું ગુણસ્થાન હોય છે. તેથી તેની અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમ્યગુદર્શનની સંભાવના હોવાથી બે જ્ઞાન હોય શકે છે. શેષ જીવોને બે અજ્ઞાન હોય છે. નોસંસી-નોઅસલી જીવોમાં તેરમું, ચૌદમું ગુણસ્થાન જ હોવાથી તેને કેવળજ્ઞાન હોય છે. (૯) લબ્ધિ દ્વાર - ५९ कइविहा णं भंते ! लद्धी पण्णत्ता ?
गोयमा ! दसविहा लद्धी पण्णत्ता, तं जहा- णाण लद्धी, दंसणलद्धी, વરિત્તી , વરિત્તાવારતાઠી, ગદ્દી, તામહની, મોતી, ૩૧મો નહી, વરિયતદ્ધી, રેંદ્રિયનક્કી ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લબ્ધિના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! લબ્ધિના દસ પ્રકાર છે. તે, યથા- (૧) જ્ઞાનલબ્ધિ (૨) દર્શનલબ્ધિ (૩) ચારિત્રલબ્ધિ (૪) ચારિત્રાચારિત્ર લબ્ધિ (૫) દાનલબ્ધિ (૬) લાભલબ્ધિ (૭) ભોગલબ્ધિ (૮) ઉપભોગ લબ્ધિ (૯) વીર્યલબ્ધિ (૧૦) ઇન્દ્રિયલબ્ધિ. |६० णाणलद्धी णं भंते ! कइविहा पण्णत्ता ? गोयमा ! पंचविहा पण्णत्ता, तं जहा- आभिणिबोहिय-णाणलद्धी जाव केवलणाणलद्धी । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનલબ્ધિના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! તેના પાંચ પ્રકાર છે, યથા- આભિનિબોધિક જ્ઞાનલબ્ધિ વાવ કેવલજ્ઞાનલબ્ધિ. ६१ अण्णाणलद्धी णं भते ! कइविहा पण्णत्ता ? गोयमा ! तिविहा पण्णत्ता, तं जहा- मइअण्णाणलद्धी, सुयअण्णाणलद्धी, विभंगणाणलद्धी । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અજ્ઞાનલબ્ધિના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ ! અજ્ઞાનલબ્ધિના