________________
શતક-૮: ઉદ્દેશક-૨
[ ૮૧ |
ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ભવસિદ્ધિક–ભવી જીવ જ્ઞાની છે કે અજ્ઞાની? ઉત્તર- હે ગૌતમ! તેનું કથન સકાયિક જીવોની સમાન જાણવું જોઈએ. ५६ अभवसिद्धियाणं भंते ! किं णाणी, अण्णाणी? गोयमा ! णो णाणी, अण्णाणी; तिणि अण्णाणाइ भयणाए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! અભયસિદ્ધિક-અભિવી જીવ જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ! તે જ્ઞાની નથી, પણ અજ્ઞાની છે, તેમાં ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. ५७ णोभवसिद्धिया णोअभवसिद्धिया णं भंते ! जीवा किं णाणी अण्णाणी? પોયમાં ! કર સિદ્ધા ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નો ભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક જીવ જ્ઞાની છે કે અજ્ઞાની? ઉત્તર- હે ગૌતમ ! તેનું કથન સિદ્ધ જીવોની સમાન જાણવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભવી-અભવી જીવોમાં જ્ઞાન-અજ્ઞાનનું પ્રતિપાદન છે.
જે જીવોમાં મોક્ષગમનની યોગ્યતા હોય તેને ભવસિદ્ધિક-ભવી અને જે જીવોમાં મોક્ષગમનની યોગ્યતા ન હોય તેને અભવસિદ્ધિક-અભવી કહે છે. જે જીવે મોક્ષ પ્રાપ્ત કરી લીધો છે, તે ભવી પણ નથી અભવી પણ નથી. તેથી તેને નોભવી-નોઅભવી કહે છે.
ભવી જીવોમાં જે સમ્યગુદષ્ટિ છે તેમાં સકાયિકની જેમ ચૌદે ય ગુણસ્થાનવર્સી જીવો હોય છે, તેથી સમકિતીમાં પાંચજ્ઞાનની ભજના છે અને મિથ્યાષ્ટિમાં ત્રણ અજ્ઞાનની ભજના છે. અભવી જીવો હંમેશાં મિથ્યાદષ્ટિ જ હોય છે. તેમાં ત્રણ અજ્ઞાનની ભજના હોય છે, તેમાં જ્ઞાન નથી.
નોભવી નોઅભવી જીવો સિદ્ધ છે. તેથી તેમાં એક કેવળજ્ઞાન હોય છે.
(૮) સંજ્ઞી દ્વાર:५८ सण्णीणं भंते ! जीवा णाणी, अण्णाणी ? गोयमा ! जहा सइंदिया । असण्णी जहा बेइंदिया । णोसण्णी णोअसण्णी जहा सिद्धा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સંજ્ઞી જીવ જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ ! સંજ્ઞી જીવોનું કથન સઇન્દ્રિય જીવોની સમાન અને અસંજ્ઞી જીવોનું કથન બેઇન્દ્રિય જીવોની સમાન જાણવું જોઈએ. નોસંજ્ઞી નોઅસંજ્ઞી જીવોનું કથન સિદ્ધ જીવોની સમાન જાણવું જોઈએ.