________________
૮૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
५४ देवभवत्था णं भंते ! जीवा किं णाणी अण्णाणी ? गोयमा ! जहा णिरयभवत्था। अभवत्था जहा सिद्धा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! દેવ ભવસ્થ જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ! તેનું કથન નરક ભવસ્થ જીવોની સમાન જાણવું જોઈએ. અભવસ્થ જીવોનું કથન સિદ્ધોની જેમ જાણવું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભવસ્થ અને અભવસ્થ જીવોમાં જ્ઞાન-અજ્ઞાનનું પ્રતિપાદન છે. ભવસ્થ જીવ - ભવે સ્થિત અવસ્થ: I તે તે ભવમાં સ્થિત થયેલા અર્થાત્ ઉત્પન્ન થયેલા જીવને ભવસ્થ કહે છે. નરકમાં ઉત્પન્ન થયેલા જીવને નરક ભવસ્થ કહે છે. તે જ રીતે અન્ય ત્રણે ય ગતિમાં ઉત્પન્ન થયેલા જીવોને ક્રમશઃ તિર્યચભવસ્થ, મનુષ્યભવસ્થ અને દેવભવસ્થ જીવ કહે છે અને જે જીવ ચાર ગતિના ભવભ્રમણથી મુક્ત થઈ ગયા છે તેને અભવસ્થ કહે છે. નરકભવસ્થ જીવોમાં નરકગતિક જીવની જેમ ત્રણ અજ્ઞાનની ભજના અને ત્રણ જ્ઞાન નિયમો હોય છે.
અસંશી તિર્યંચ પંચેન્દ્રિય પ્રથમ નરકમાં ઉત્પન્ન થાય ત્યારે તેની વાટે વહેતી અવસ્થામાં બે અજ્ઞાન હોય છે તે જ રીતે તે જીવને નરકમાં ઉત્પન્ન થયા પછી અપર્યાપ્તાવસ્થામાં પણ વિર્ભાગજ્ઞાન હોતું નથી, તે જીવને બે અજ્ઞાન હોય છે અને શેષ મિથ્યાત્વી જીવોને ત્રણ અજ્ઞાન હોય છે. આ રીતે ત્રણ અજ્ઞાનની ભજના હોય છે અને સમકિતી જીવોને ત્રણ જ્ઞાન હોય છે.
બીજીથી સાતમી નરકમાં ઉત્પન્ન થયેલા નરકભવસ્થ જીવોને ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન હોય છે. તિર્યંચભવસ્થ જીવોમાં સમ્યગ્દષ્ટિને બે અથવા ત્રણ જ્ઞાન, મિથ્યાત્વીને બે અથવા ત્રણ અજ્ઞાન હોય છે. તિર્યંચગતિક(વાટે વહેતા) જીવમાં અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન હોતું નથી પરંતુ તે જીવ જન્મ ધારણ કરી લે પછી તેને અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન થઈ શકે છે. તેથી તિર્યંચભવસ્થ જીવોમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન બંને ભજનાથી હોય છે. મનુષ્યભવસ્થ જીવોમાં પાંચ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. તેમાં પણ મનુષ્યગતિક (વાટે વહેતા) જીવોમાં ત્રણ જ્ઞાનની ભજના અને બે અજ્ઞાનની નિયમા હોય છે. પરંતુ જન્મ ધારણ કર્યા પછી તે જીવને પોતાના આયુષ્ય દરમ્યાન ચાર કે પાંચ જ્ઞાન થઈ શકે છે. દેવભવસ્થ જીવોમાં ભવનપતિ, વ્યંતર દેવભવસ્થ જીવોમાં પ્રથમ નરકભવસ્થ જીવની સમાન મિથ્યાત્વીને બે અથવા ત્રણ અજ્ઞાન અને સમ્યગ્દષ્ટિને ત્રણ જ્ઞાન હોય છે. જ્યોતિષી અને વૈમાનિક દેવભવસ્થ જીવોમાં ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન હોય છે. (૯) ભવસિદ્ધિક દ્વાર :५५ भवसिद्धिया णं भंते ! जीवा किं णाणी अण्णाणी? गोयमा! जहा सकाइया।