________________
શતક-૮: ઉદ્દેશક-૨
ભવનપતિ અને વ્યંતરોમાં સમકિતીને ત્રણ જ્ઞાન નિયમતઃ હોય છે અને મિથ્યાત્વીને બે અથવા ત્રણ અજ્ઞાન હોય છે. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને પ્રથમ નરક, ભવનપતિ કે વાણવ્યંતરમાં ઉત્પન્ન થાય તો તેને અપર્યાપ્તાવસ્થામાં બે અજ્ઞાન હોય છે અને સંજ્ઞી મનુષ્ય અથવા સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય પ્રથમ નારકાદિમાં ઉત્પન્ન થાય તો તેને અપર્યાપ્ત અવસ્થામાં ત્રણ અજ્ઞાન હોય છે. આ રીતે તેમાં બે અથવા ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
પાંચ સ્થાવરને અપર્યાપ્તાવસ્થામાં નિયમતઃ બે અજ્ઞાન હોય છે. ત્રણ વિકસેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયના અપર્યાપ્તામાં સાસ્વાદન સમ્યગદર્શનનો સંભવ હોવાથી તેમાં બે જ્ઞાન અને શેષ જીવોમાં બે અજ્ઞાન હોય છે. અપર્યાપ્ત સમ્યગ્દષ્ટિ મનુષ્યોમાં તીર્થકર વગેરે કેટલાક વિશિષ્ટ જીવો પણ હોય છે, તે જીવોમાં અવધિજ્ઞાનનો સંભવ છે, તેથી તે જીવોમાં ત્રણ જ્ઞાનની ભજના છે. મિથ્યાદષ્ટિ મનુષ્યોને અપર્યાપ્તાવસ્થામાં વિર્ભાગજ્ઞાન હોતું નથી, તેથી તેને નિયમતઃ બે અજ્ઞાન હોય છે.
જ્યોતિષી અને વૈમાનિકોમાં સંજ્ઞી જીવો જ આવીને ઉત્પન્ન થાય છે, તેથી તે જીવોમાં અપર્યાપ્તાવસ્થામાં પણ ભવપ્રત્યયિક અવધિજ્ઞાન અથવા વિર્ભાગજ્ઞાન અવશ્ય હોય છે. તેથી તે જીવોમાં નિયમતઃ ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન હોય છે.
નો પર્યાપ્ત નો અપર્યાપ્ત જીવ સિદ્ધ હોય છે, તે પર્યાપ્ત કે અપર્યાપ્ત નામકર્મથી રહિત હોય છે, તેમાં એક કેવળજ્ઞાન હોય છે.
(૬) ભવસ્થ દ્વારઃ५१ णिरयभवत्था णं भंते ! जीवा किंणाणी अण्णाणी? गोयमा ! जहा णिरयगइया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! નારક ભવમાં રહેલા જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ! તેના વિષયમાં નરકગતિક(વાટે વહેતા) જીવોની સમાન જાણવું જોઈએ. |५२ तिरयभवत्था णं भंते ! जीवा किं णाणी अण्णाणी? गोयमा ! तिण्णि णाणा, तिण्णि अण्णाणा भयणाए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તિર્યંચ ભવસ્થ જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ ! ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. |५३ मणुस्सभवत्था णं भंते ! जीवा किं णाणी अण्णाणी ? गोयमा ! जहा सकाइया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મનુષ્ય ભવસ્થ જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ ! તેનું કથન સકાયિક જીવોની જેમ જાણવું જોઈએ.