________________
૭૮
]
શ્રી ભગવતી સૂત્ર-૩
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્ત નરયિક જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ?
ઉત્તર- હે ગૌતમ ! તેમાં ત્રણ જ્ઞાન નિયમતઃ હોય છે અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. નૈરયિકોની જેમ અપર્યાપ્ત સ્વનિતકુમાર દેવો સુધી જાણવું જોઈએ. અપર્યાપ્ત પૃથ્વીકાયિકથી વનસ્પતિકાયિક સુધીના જીવોનું કથન એકેન્દ્રિય જીવોની જેમ જાણવું જોઈએ.
પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્ત બેઇન્દ્રિય જીવો જ્ઞાની છે કે અજ્ઞાની? ઉત્તર- હે ગૌતમ! તેમાં બે જ્ઞાન અથવા બે અજ્ઞાન નિયમતઃ હોય છે. તે જ રીતે અપર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય જીવો પર્યત જાણવું. ४९ अपज्जत्तगा णं भंते ! मणुस्सा किं णाणी, अण्णाणी ?
गोयमा! तिण्णि णाणाई भयणाए, दो अण्णाणाई णियमा । वाणमंतरा जहा णेरइया। अपज्जत्तगाणंजोइसियवेमाणियाणं तिण्णि णाणा, तिण्णि अण्णाणा णियमा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્ ! અપર્યાપ્ત મનુષ્યો જ્ઞાની છે કે અજ્ઞાની?
ઉત્તર- હે ગૌતમ ! તેમાં પણ ત્રણ જ્ઞાન ભજનાથી હોય છે અને બે અજ્ઞાન નિયમતઃ હોય છે. અપર્યાપ્ત વાણવ્યંતર જીવોનું કથન નૈરયિકોની સમાન જાણવું જોઈએ. અપર્યાપ્ત જ્યોતિષી અને વૈમાનિક દેવોમાં ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન નિયમતઃ હોય છે. ५० णोपज्जत्तगा णोअपज्जत्तगा भंते ! जीवा किं णाणी, अण्णाणी? गोयमा ! નહી સિક્કા . ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! નો પર્યાપ્ત-નોઅપર્યાપ્ત જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ! તેનું કથન સિદ્ધ જીવોની સમાન જાણવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પર્યાપ્ત-અપર્યાપ્ત જીવોમાં જ્ઞાન-અજ્ઞાનનું નિરૂપણ છે.
પર્યાપ્ત જીવો કેવળી પણ હોય છે. તેથી તેમાં સકાયિક જીવોની સમાન પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. પર્યાપ્ત નારકો, પર્યાપ્ત ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકમાં પણ ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન નિયમતઃ હોય છે.
પર્યાપ્ત પૃથ્વીકાયિકથી વનસ્પતિકાયિક તેમજ વિકસેન્દ્રિયોમાં નિયમતઃ બે અજ્ઞાન હોય છે. પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિયોમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. કારણ કે કેટલાક તિર્યંચોને અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન હોય છે અને કેટલાકને હોતું નથી. પર્યાપ્ત મનુષ્યોમાં પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે.
અપર્યાપ્ત જીવોમાં બે કે ત્રણ જ્ઞાન અથવા બે કે ત્રણ અજ્ઞાન હોય છે. અપર્યાપ્ત નારકો,