________________
૭૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પૃથ્વીકાય આદિ છકાયમાં જ્ઞાન-અજ્ઞાનનું પ્રતિપાદન છે. ઔદારિકાદિ શરીરયુક્ત જીવને અથવા પૃથ્વીકાયિકાદિ કાયસહિતના જીવોને સકાયિક કહે છે, તે કેવળી પણ હોય છે, તેથી સકાયિક સમ્યગુદષ્ટિમાં પાંચ જ્ઞાન ભજનાથી હોય છે અને સકાયિક મિથ્યાદષ્ટિમાં ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. જે ષટુકાયોમાંથી કોઈ પણ કાયમાં નથી અર્થાત્ ઔદારિકાદિ શરીરથી રહિત છે, તેવા અકાયિક જીવ સિદ્ધ છે, તેમાં કેવળજ્ઞાન હોય છે.
(૪) સૂક્ષ્મદ્વાર:
४१ सुहुमा णं भंते ! जीवा किं णाणी अण्णाणी ? गोयमा ! जहा पुढविक्काइया। ભાવાર્થ:- પ્રશ- હે ભગવન્! સૂક્ષ્મ જીવ જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ ! તેનું કથન પૃથ્વીકાયિક જીવોની જેમ કરવું જોઈએ. |४२ बायरा णं भंते ! जीवा किं णाणी अण्णाणी ? गोयमा ! जहा सकाइया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બાદર જીવ જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ ! તેનું કથન સકાયિક જીવોની સમાન જાણવું. |४३ णोसुहुमा णोबायरा णं भंते ! जीवा किं णाणी अण्णाणी ? गोयमा ! जहा सिद्धा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નોસૂક્ષ્મ-નોબાઇર જીવ જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ ! તેનું કથન સિદ્ધોની જેમ કરવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સૂક્ષ્મ અને બાદર જીવોમાં જ્ઞાન-અજ્ઞાનનું કથન છે.
સૂક્ષ્મ જીવ મિથ્યાદષ્ટિ હોવાથી તેમાં બે અજ્ઞાન હોય છે. બાદર જીવ કેવળજ્ઞાની પણ હોય છે, તેથી સકાયિકની જેમ તે જીવોમાં પાંચજ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. જે જીવોને સૂક્ષ્મ કે બાદર નામકર્મનો ઉદય નથી તેવા સિદ્ધોને નોસુક્ષ્મ નો બાદર કહે છે. તે જીવોને એક માત્ર કેવળજ્ઞાન હોય છે.
(૫) પર્યાપ્તદ્વાર:|४४ पज्जत्ता णं भंते ! जीवा किं णाणी अण्णाणी ? गोयमा ! जहा सकाइया ।