________________
શતક-૮: ઉદ્દેશક-૨
૭૫ ]
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ઇન્દ્રિય દ્વારની અપેક્ષાએ જ્ઞાન-અજ્ઞાનનું પ્રતિપાદન છે. સઇન્દ્રિયનો અર્થ છે, ઇન્દ્રિયનો ઉપયોગ કરનારા જીવો. તેમાં એકથી બાર ગુણસ્થાન હોય છે. તેરમા અને ચૌદમા ગુણસ્થાનવર્તી જીવોને ઇન્દ્રિય હોય છે પરંતુ તે જીવોને કેવળજ્ઞાન હોવાથી ઇન્દ્રિયનો ઉપયોગ કરતા નથી, તેથી તે જીવો અનિષ્ક્રિય કહેવાય છે. સઇન્દ્રિય જીવોમાં બે, ત્રણ કે ચાર જ્ઞાન હોય છે. આ કથન લબ્ધિની અપેક્ષાએ છે, કારણ કે ઉપયોગની અપેક્ષાએ તો સર્વ જીવોને એક સમયે એક જ્ઞાનમાં જ ઉપયોગ હોય છે. કેવળજ્ઞાન અતીન્દ્રિય જ્ઞાન છે તે સઇન્દ્રિય જીવોને હોતું નથી. અજ્ઞાની ઇન્દ્રિય જીવોમાં બે અથવા ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે.
એકેન્દ્રિય જીવ મિથ્યાત્વી હોવાથી અજ્ઞાની હોય છે, તેમાં નિયમતઃ બે અજ્ઞાન હોય છે.
ત્રણ વિકસેન્દ્રિયોમાં બે અજ્ઞાન નિયમતઃ હોય છે, પરંતુ સાસ્વાદન ગુણસ્થાનની અપેક્ષાએ અપર્યાપ્તામાં બે જ્ઞાનનો પણ સંભવ હોય છે.
પચેકિય જીવોમાં ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે.
અનિક્રિય (ઇન્દ્રિયના ઉપયોગ રહિત) જીવ કેવળજ્ઞાની છે. તેમાં એક માત્ર કેવળજ્ઞાન હોય છે.
(૩) કાયદ્વાર :३८ सकाइया णं भंते ! जीवा किं णाणी अण्णाणी ? गोयमा ! पंच णाणाणि तिण्णि अण्णाणाणि भयणाए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! સકાયિક-કાયાસહિત જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર– હે ગૌતમ! સકાયિક જીવોને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. |३९ पुढविक्काइया जाववणस्सइकाइया णो णाणी, अण्णाणी,णियमा दुअण्णाणी, तं जहा- मइअण्णाणी य सुयअण्णाणी य । तसकाइया जहा सकाइया । ભાવાર્થ – પૃથ્વીકાયિકથી વનસ્પતિકાયિક પર્વતના જીવો જ્ઞાની નથી, અજ્ઞાની છે. તેને નિયમતઃ બે અજ્ઞાન હોય છે. ત્રસકાયિક જીવોનું કથન સકાયિક જીવોની સમાન જાણવું જોઈએ. |४० अकाइया णं भंते ! जीवा किं णाणी अण्णाणी? गोयमा ! जहा सिद्धा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! અકાયિક-કાયા રહિત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર– હે ગૌતમ! તેનું કથન સિદ્ધોની જેમ જાણવું જોઈએ.