________________
[ ૭૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
જીવ મિથ્યાત્વી હોય તો ત્રણ અજ્ઞાન હોય છે પરંતુ અસંશી તિર્યંચ પંચેન્દ્રિય મરીને પ્રથમ નરકમાં જાય, ત્યારે તેને અપર્યાપ્તાવસ્થામાં વિર્ભાગજ્ઞાન હોતું નથી. તે જીવોને બે અજ્ઞાન હોય છે, તેથી ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. તિર્યંચગતિક:- વાટે વહેતા તિર્યંચ ગતિના જીવો. તે જીવોને બે જ્ઞાન અથવા બે અજ્ઞાન હોય છે, કારણ કે કોઈ પણ જીવ અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાનને સાથે લઈને તિર્યંચગતિમાં જતા નથી. તેથી સમ્યગુદષ્ટિને બે જ્ઞાન અને મિથ્યાત્વીને બે અજ્ઞાન હોય છે. મનુષ્યગતિક- વાટે વહેતા મનુષ્ય ગતિના જીવો. તે જીવોને બે કે ત્રણ જ્ઞાન અથવા બે અજ્ઞાન હોય છે. તીર્થકરાદિ કોઈક જીવ અવધિજ્ઞાન સહિત મનુષ્યગતિમાં જન્મ ધારણ કરે છે. તેની અપેક્ષાએ ત્રણ જ્ઞાન અને શેષ સમકિતી જીવોની અપેક્ષાએ બે જ્ઞાન હોય છે, મન:પર્યવજ્ઞાન કે કેવળજ્ઞાન અપર્યાપ્તાવસ્થામાં હોતું નથી. મિથ્યાત્વી જીવ વિર્ભાગજ્ઞાન સહિત મનુષ્યગતિમાં જતા નથી, તેથી તે જીવોને બે અજ્ઞાન હોય છે. દેવગતિક :- વાટે વહેતા દેવગતિના જીવો. તેમાં નરક ગતિકની સમાન સમકિતીને ત્રણ જ્ઞાન અને મિથ્યાત્વીને બે અથવા ત્રણ અજ્ઞાન હોય છે. સિદ્ધગતિક - સિદ્ધ ગતિમાં જનારા જીવો. તેમાં એક કેવળજ્ઞાન હોય છે. (ર) ઇન્દ્રિયદ્વાર :|३५ सइंदिया णं भंते ! जीवा किं णाणी अण्णाणी ? गोयमा ! चत्तारि णाणाई, तिण्णि अण्णाणाई भयणाए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સઇન્દ્રિય(ઇન્દ્રિયના માધ્યમે જાણનારા છદ્મસ્થ સહિત) જીવો જ્ઞાની છે કે અજ્ઞાની? ઉત્તર- હે ગૌતમ! તેને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. ३६ एगिदिया णं भंते । जीवा किं णाणी अण्णाणी ?
गोयमा ! जहा पुढविक्काइया। बेइंदियतेइंदियचउरिदियाणं दो णाणा, दो अण्णाणा णियमा । पचिंदिया जहा सइदिया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એકેન્દ્રિય જીવ જ્ઞાની છે કે અજ્ઞાની?
ઉત્તર- હે ગૌતમ! તેનું કથન પૃથ્વીકાયિક જીવોની જેમ કરવું જોઈએ. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોમાં બે જ્ઞાન અને બે અજ્ઞાન નિયમતઃ હોય છે. પંચેન્દ્રિય જીવોનું કથન સઇન્દ્રિય જીવોની જેમ કરવું જોઈએ. |३७ अप्रिंदिया णं भंते ! जीवा किं णाणी अण्णाणी? गोयमा ! जहा सिद्धा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનિદ્રિય(ઇન્દ્રિયાતીત) જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ! તેનું કથન સિદ્ધોની જેમ કરવું જોઈએ.