________________
શતક–૮ઃ ઉદ્દેશક–૨
ઉત્તર– હે ગૌતમ ! તે જ્ઞાની નથી, અજ્ઞાની છે. જે અજ્ઞાની છે તેને નિયમતઃ બે અજ્ઞાન હોય છે, યથા– મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન. આ જ રીતે વનસ્પતિકાયિક પર્યંત જાણવું જોઈએ.
૭૧
२८ बेइंदियाणं भंते ! किं णाणी अण्णाणी ?
गोयमा ! णाणी वि अण्णाणी वि । जे गाणी ते णियमा दुण्णाणी, तं जहा- आभिणिबोहियणाणी य सुयणाणी य । जे अण्णाणी ते णियमा दुअण्णाणी, तं जहा- मइअण्णाणी य सुय अण्णाणी य । एवं तेइंदिय चउरिंदिया वि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! બેઇન્દ્રિય જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ?
ઉત્તર– હે ગૌતમ ! બેઇન્દ્રિય જીવ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે તેને નિયમતઃ બે જ્ઞાન હોય છે, યથા– મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન. જે અજ્ઞાની છે તેને નિયમતઃ બે અજ્ઞાન છે, યથા— મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન. આ રીતે તેન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોના વિષયમાં કહેવું જોઈએ.
२९ पंचिंदियतिरिक्खजोणियाणं णं भंते ! किं णाणी अण्णाणी ?
गोयमा ! णाणी वि अण्णाणी वि । जे गाणी ते अत्थेगइया दुण्णाणी, अत्थेगइया तिण्णाणी । जे अण्णाणी ते अत्थेगइया दुअण्णाणी, अत्थेगइया तिअण्णाणि । एवं तिण्णि णाणाणि, तिण्णि अण्णाणाणि य भयणाए ।
मस्सा जहा जीवा, तहेव पंच णाणाणि, तिण्णि अण्णाणाणि य भयणा ।
ભાવાર્થ:
• પ્રશ્ન– હે ભગવન્ ! પંચેન્દ્રિય તિર્યંચ જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે?
ઉત્તર– હે ગૌતમ ! તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે, તેમાંથી કેટલાકને બે જ્ઞાન છે અને કેટલાકને ત્રણ જ્ઞાન છે. જે અજ્ઞાની છે, તેમાંથી કેટલાકને બે અજ્ઞાન અને કેટલાકને ત્રણ અજ્ઞાન છે. આ રીતે પંચેન્દ્રિય તિર્યંચ જીવોમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે.
જે રીતે સર્વ પ્રથમ સૂત્રમાં સમુચ્ચય જીવોના વિષયમાં કહ્યું છે, તે જ રીતે મનુષ્યોમાં કહેવું અર્થાત્ પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે.
३० वाणमंतरा जहा णेरइया । जोइसिय-वेमाणियाणं तिण्णि णाणाणि तिण्णि अण्णाणाणि णियमा ।
ભાવાર્થ :- વાણવ્યંતર દેવોનું કથન નૈયિકોની સમાન જાણવું જોઈએ. જ્યોતિષી અને વૈમાનિક દેવોમાં ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન નિયમતઃ હોય છે.