________________
શ્રી ભગવતી સૂત્ર–૩
જો ચાર જ્ઞાન હોય તો મતિ, શ્રુત અવધિ અને મનઃપર્યવજ્ઞાન હોય છે. કારણ કે કોઈ જીવને અવધિજ્ઞાન અને મનઃપર્યવ જ્ઞાન એકી સાથે થઈ શકે છે. તે બંને જ્ઞાન પરસ્પર વિરોધી નથી.
७०
પાંચ જ્ઞાન એક સાથે હોતા નથી. કારણ કે કેવળજ્ઞાન થાય પછી પૂર્વના ચાર ક્ષાયોપમિક જ્ઞાનનો તેમાં જ સમાવેશ થઈ જાય છે. તેથી કેવળજ્ઞાન હોય ત્યારે એક જ જ્ઞાન હોય છે.
આ રીતે કોઈ પણ જીવને એક સાથે એક, બે, ત્રણ અથવા ચાર જ્ઞાન લબ્ધિની અપેક્ષાએ હોય છે. ૨૪ દંડકના જીવોમાં જ્ઞાન-અજ્ઞાન :
२५ णेरइया णं भंते ! किं णाणी अण्णाणी ?
I
ગોયમા ! બાળી વિ, અળાળી વિ।ને ગાળી તે શિયના તિખાળી, तं जहा- आभिणिबोहियणाणी, सुयणाणी, ओहिणाणी । जे अण्णाणी ते अत्थेगइया दुअण्णाणी, अत्थेगइया तिअण्णाणी; एवं तिण्णी अण्णाणा भयणाए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નૈરિયક જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ?
ઉત્તર– હે ગૌતમ ! નૈરયિક જીવ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે, તેમાંથી જે જ્ઞાની છે તેને નિયમતઃ ત્રણ જ્ઞાન યથા આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન છે. જે અજ્ઞાની છે, તેમાં
કેટલાકને બે અજ્ઞાન અને કેટલાકને ત્રણ અજ્ઞાન હોય છે. આ રીતે ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે.
२६ असुरकुमारा णं भंते ! किं णाणी अण्णाणी ?
गोयमा ! जहेव णेरइया तहेव, तिण्णि णाणाणि णियमा, तिण्णि अण्णाणाणि भयणाए । एवं जाव थणियकुमारा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અસુરકુમાર જ્ઞાની છે કે અજ્ઞાની છે ?
ઉત્તર– હે ગૌતમ ! જે રીતે નૈરયિકોનું કથન કર્યું છે, તે રીતે અસુરકુમારોનું કથન કરવું જોઈએ, અર્થાત્ જે જ્ઞાની છે, તેને નિયમતઃ ત્રણ જ્ઞાન હોય છે અને જે અજ્ઞાની છે તેને ભજનાથી ત્રણ અજ્ઞાન હોય છે. આ રીતે સ્તનિતકુમારો સુધી કહેવું જોઈએ.
२७ पुढविक्काइया णं भंते ! किं णाणी अण्णाणी ?
गोयमा ! णो णाणी, अण्णाणी । जे अण्णाणी ते णियमा दुअण्णाणीमइअण्णाणी य सुयअण्णाणी य । एवं जाव वणस्सइकाइया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પૃથ્વીકાયિક જીવ જ્ઞાની છે કે અજ્ઞાની ?