________________
[
૭૩ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
३१ सिद्धाणं भंते ! किं णाणी अण्णाणी ? गोयमा ! णाणी, णो अण्णाणी, णियमा एगणाणी; केवलणाणी । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! સિદ્ધ ભગવાન જ્ઞાની છે કે અજ્ઞાની છે? ઉત્તર- હે ગૌતમ ! સિદ્ધ ભગવાન જ્ઞાની છે, અજ્ઞાની નથી. તેને નિયમતઃ એક કેવળજ્ઞાન હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચોવીસ દંડકવર્તી જીવો અને સિદ્ધોમાં જ્ઞાન અને અજ્ઞાનની પ્રરૂપણા કરી છે. ત્રણ અજ્ઞાનની ભજના:- સમ્યગુદષ્ટિ નૈરયિકમાં ભવ પ્રત્યય અવધિજ્ઞાન હોય છે, તેથી તેને નિયમાં ત્રણ જ્ઞાન હોય છે પરંતુ જે મિથ્યાદષ્ટિ અજ્ઞાની છે, તેમાંથી કેટલાકને બે અજ્ઞાન હોય છે. જ્યારે કોઈ અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય પ્રથમ નરકમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તેને અપર્યાપ્તાવસ્થામાં વિર્ભાગજ્ઞાન હોતું નથી; તે અપેક્ષાએ નારકોમાં બે અજ્ઞાન કહ્યા છે. તે સિવાય સર્વ મિથ્યાદષ્ટિને ત્રણ અજ્ઞાન હોય છે.
દસ ભવનપતિ અને વાણવ્યંતર દેવોમાં પણ અસંશી તિર્યંચ પંચેન્દ્રિય ઉત્પન્ન થાય ત્યારે તેને પણ અપર્યાપ્તાવસ્થામાં બે અજ્ઞાન હોય છે. તે સિવાય સર્વમિથ્યાદષ્ટિને ત્રણ અજ્ઞાન હોય છે. સમ્યગ્દષ્ટિને ત્રણ જ્ઞાન નિયમતઃ હોય છે. જ્યોતિષી અને વૈમાનિક દેવોમાં અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જીવો ઉત્પન્ન થતા નથી, તેથી તેમાં અજ્ઞાનની ભજના નથી. સમ્યગુદષ્ટિને ત્રણ જ્ઞાન અને મિથ્યાત્વીને ત્રણ અજ્ઞાન નિયમથી હોય છે. ત્રણ વિકસેન્દ્રિય જીવોમાં બે જ્ઞાન અથવા બે અજ્ઞાન :- જે પથમિક સમકિતી મનુષ્ય કે તિર્યંચ પહેલાં આયુષ્યનો બંધ કરી લીધો હોય અને તે ઉપશમ સમકિતનું વમન કરતાં-કરતાં બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય કે ચૌરેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યારે તે જીવને અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમ્યગ્ગદર્શન હોય છે, તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ આવલિકા પર્યત રહે છે; ત્યાં સુધી તે જ્ઞાની કહેવાય છે. તેથી વિકલેન્દ્રિયોમાં બે જ્ઞાન હોય છે અને ત્યાર પછી તે મિથ્યાત્વને પ્રાપ્ત થવાથી અજ્ઞાની થઈ જાય છે. અજ્ઞાની જીવોને બે અજ્ઞાન હોય છે. (૧) ગતિદ્વાર:३२ णिरयगइया णं भंते ! जीवा किं णाणी, अण्णाणी ? गोयमा ! णाणी वि अण्णाणी वि; तिण्णि णाणाई णियमा, तिण्णि अण्णाणाई भयणाए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! નિરયગતિક (નરક ગતિમાં જતા વાટે વહેતા) જીવ જ્ઞાની છે કે અજ્ઞાની? ઉત્તર- હે ગૌતમ ! તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે, તેને નિયમતઃ ત્રણ જ્ઞાન હોય છે અને જે અજ્ઞાની છે તેને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. ३३ तिरियगइया णं भंते ! जीवा किं णाणी अण्णाणी? गोयमा ! दो णाणा, दो अण्णाणा णियमा ।