________________
શતક-૮: ઉદ્દેશક-૨
[
પ ]
સૂત્રકારે છઘસ્થના અવિષયભૂત દશ પદાર્થનું જ કથન કર્યું છે પરંતુ છઘસ્થ કોઈ પણ પદાર્થની સર્વ પર્યાયોને, સર્વ ભાવોને જાણી શકતા નથી. કેવળજ્ઞાની જ પદાર્થની સર્વ પર્યાયને જાણી શકે છે.
છદ્મસ્થ મનુષ્યો સૂત્રોક્ત દશ પદાર્થોને શ્રુતજ્ઞાન દ્વારા પરોક્ષરૂપે જાણી શકે છે પરંતુ તેને સાક્ષાત્ જાણી શકતા નથી. જ્ઞાન અને અજ્ઞાનના ભેદ-પ્રભેદઃ|१७ कइविहे णं भंते ! णाणे पण्णत्ते ?
गोयमा ! पंचविहे जाणे पण्णत्ते, तं जहा- आभिणिबोहियणाणे, सुयणाणे, ओहिणाणे, मणपज्जवणाणे, केवलणाणे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! જ્ઞાનના પાંચ પ્રકાર છે, યથા- (૧) આભિનિબોધિકજ્ઞાન (૨) શ્રતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવ જ્ઞાન (૫) કેવળજ્ઞાન. १८ से किं तं भंते ! आभिणिबोहियणाणे ?
गोयमा ! आभिणिबोहियणाणे चउव्विहे पण्णत्ते, तं जहा- ओग्गहो, ईहा, अवाओ धारणा । एवं जहा 'रायप्पसेणइज्जे' णाणाणं भेओ तहेव इह भाणियव्वो जाव से तं केवलणाणे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આભિનિબોધિક જ્ઞાનના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! આભિનિબોધિક જ્ઞાનના ચાર પ્રકાર છે. યથા- (૧) અવગ્રહ (૨) ઈહા (૩) અવાય (૪) ધારણા. જે રીતે રાજપ્રશ્રીય સૂત્રમાં જ્ઞાનના ભેદ કહ્યા છે, તે રીતે કેવળજ્ઞાન સુધી કથન કરવું જોઈએ. १९ अण्णाणे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! तिविहे पण्णत्ते, तं जहा- मइअण्णाणे, सुयअण्णाणे, विभंगणाणे । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અજ્ઞાનના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! અજ્ઞાનના ત્રણ પ્રકાર છે યથા- (૧) મતિ અજ્ઞાન (૨) શ્રુત અજ્ઞાન (૩) વિર્ભાગજ્ઞાન. २० से किं तं भंते ! मइअण्णाणे ? गोयमा ! मइअण्णाणे चउव्विहे पण्णत्ते, तं जहा-ओग्गहो जाव धारणा ।