________________
[ ૬૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
અનુભવ કર્યો હતો, તેવા આઠ દેવલોક પર્યંતના દેવો અપર્યાપ્તાવસ્થામાં પૂર્વાનુભૂત ભાવના કારણે કર્મ આશીવિષયુક્ત કહેવાય છે. છદ્મસ્થ અને કેવળીના જ્ઞાનની ક્ષમતા :१६ दस ठाणाई छउमत्थे सव्वभावेणं ण जाणइ ण पासइ, तं जहाधम्मत्थिकायं, अधम्मत्थिकायं, आगासत्थिकायं, जीवं असरीरपडिबद्धं, परमाणुपोग्गलं, सई, गंध, वायं, अयं जिणे भविस्सइ वा ण वा भविस्सइ, अयं सव्वदुक्खाणं अंतं करेस्सइ वा ण वा करेस्सइ ।
एयाणि चेव उप्पण्णणाण-दसणधरे अरहा जिणे केवली सव्वभावेणं जाणइ पासइ, त जहा- धम्मत्थिकाय जाव करेस्सइ वा ण वा करेस्सइ ।
ભાવાર્થ:- છબી મનુષ્ય આ દશ સ્થાનો વાતોને સર્વભાવથી જાણતા નથી અને દેખતા નથી, (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) શરીર રહિત જીવ (૫) પરમાણુ યુગલ (૬) શબ્દ (૭) ગંધ (૮) વાયુ (૯) આ જીવ જિન થશે કે નહીં? (૧૦) આ જીવ સર્વદુઃખોનો અંત કરશે કે નહીં?
આ દસ સ્થાનોને ઉત્પન્ન અનંત જ્ઞાન-દર્શનના ધારક, અરિહંત, જિન, કેવળી સર્વભાવથી જાણે છે અને દેખે છે, યથા- ધર્માસ્તિકાય યાવતુ આ જીવ સમસ્ત દુઃખોનો અંત કરશે કે નહીં ?
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ક્રમશઃ છદ્મસ્થના અવિષયભૂત અને કેવળીના વિષયભૂત દશ સ્થાનનો ઉલ્લેખ કર્યો છે. છધસ્થ - છઘસ્થ શબ્દના વિવિધ અર્થ થાય છે– (૧) કેવલજ્ઞાન રહિત, (૨) છદ્મ એટલે આવરણ, ઘાતી કર્મનું આવરણ જેને હોય તે છત્વસ્થ છે. (૩) અવધિજ્ઞાન આદિ વિશિષ્ટ જ્ઞાન રહિત સામાન્ય જ્ઞાનીને છદ્મસ્થ કહે છે.
સૂત્રમાં જે દશ સ્થાનનું કથન છે, તેમાંથી વિશિષ્ટ અવધિજ્ઞાની ધર્માસ્તિકાય આદિ અમૂર્ત દ્રવ્યોને અમૂર્ત હોવાથી જાણી-દેખી શકતા નથી પરંતુ પરમાણુ આદિ મૂર્તિ છે, તેને તે જાણી-દેખી શકે છે કારણ કે વિશિષ્ટ અવધિજ્ઞાનનો વિષય સર્વ મૂર્ત દ્રવ્ય છે. તેથી પ્રસ્તુતમાં છઘસ્થ એટલે અવધિજ્ઞાનાદિ કોઈપણ અતીન્દ્રિય જ્ઞાન રહિત સામાન્ય જ્ઞાની પુરુષ સમજવા.
સધ્વિભાવેજ ગાબડુ – પદાર્થને પૂર્ણતઃ અર્થાતુ તેની સર્વ પર્યાયોને જાણવી. ટીકાકારે તેનો અર્થ આ પ્રમાણે કર્યો છે– સર્વમાન ૪ તાલાવારે વપ્રત્યક્ષેતિ દ્વયં | સર્વ ભાવથી અર્થાતુ સાક્ષાત્ ચક્ષુ દ્વારા પ્રત્યક્ષ જાણવું.