________________
શ્રી ભગવતી સૂત્ર-૩
શતક-૮ : ઉદ્દેશક-ર
આશીવિષ
આશીવિષના ભેદ-પ્રભેદ – | १ | कइविहा णं भंते ! आसीविसा पण्णत्ता ? गोयमा ! दुविहा आसीविसा पण्णत्ता, त जहा- जाईआसीविसा य कम्मआसीविसा य । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! આશીવિષના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! આશીવિષના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે– જન્મથી આશીવિષ અને કર્મ આશીવિષ. | २ जाईआसीविसा णं भंते ! कइविहा पण्णत्ता?
गोयमा ! चउव्विहा पण्णत्ता, तं जहा- विच्छुयजाईआसीविसे, मंडुक्कजाई- आसीविसे, उरगजाईआसीविसे, मणुस्सजाईआसीविसे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જાતિ આશીવિષના કેટલા પ્રકાર છે?
ઉત્તર-હે ગૌતમ! જન્મ આશીવિષના ચાર પ્રકાર છે. યથા– (૧) વૃશ્ચિક-વીંછી જાતિ આશીવિષ (૨) મંડુક-દેડકો જાતિ આશીવિષ (૩) ઉરગ-સર્પ જાતિ આશીવિષ (૪) મનુષ્ય જાતિ આશીવિષ. | ३ विच्छुयजाईआसीविसस्स णं भंते ! केवइए विसए पण्णत्ते ?
गोयमा ! पभू णं विच्छुयजाईआसीविसे अद्धभरहप्पमाणमेत्तं बोदिं विसेणं विसपरिगयं विसट्टमाणं पकरेत्तए । विसए से विसट्ठयाए, णो चेव णं संपत्तीए करेंसु वा, करेंति, वा, करिस्संति वा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! વૃશ્ચિક જાતિ આશીવિષનો વિષય કેટલો છે? અર્થાત્ વૃશ્ચિક જાતિ આશીવિષનું સામર્થ્ય કેટલું છે?
ઉત્તર- હે ગૌતમ ! વૃશ્ચિક જાતિ આશીવિષ અર્ધ ભરતક્ષેત્ર પ્રમાણ શરીરને વિષયુક્ત કરવામાં, વિષથી વ્યાપ્ત કરવામાં સમર્થ છે, તે વિષય વિષના સામર્થ્ય રૂપ છે, પરંતુ સંપ્રાપ્તિ દ્વારા તેણે તથા પ્રકારનો ક્રિયાત્મક પ્રયોગ કર્યો નથી, કરતા નથી અને કરશે નહી.