________________
શતક-૮: ઉદ્દેશક-૨
છે, મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયને ગુણપ્રત્યય અવધિજ્ઞાન થઈ શકે છે. અઢીદ્વીપ ક્ષેત્રમાં રહેલા સંજ્ઞી જીવોના સ્પષ્ટ મનરૂપે પરિણત થયેલા મનોદ્રવ્યનું જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન છે. તેના બે ભેદ છે– ઋજુમતિ અને વિપુલમતિ. લબ્ધિધારી અપ્રમત્ત સંયતિને જ મન:પર્યવજ્ઞાન થાય છે. ત્રણે લોકના, ત્રણે કાલના, રૂપી-અરૂપી સર્વદ્રવ્યો અને તેની સર્વપર્યાયોને એક સાથે જાણે તે કેવળ જ્ઞાન છે.
મિથ્યાત્વીના મતિ, શ્રત, અને અવધિને ક્રમશઃ મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન કહે છે.
નારકી, ભવનપતિ, વ્યંતરમાં ત્રણ જ્ઞાનની નિયમા અને ત્રણ અજ્ઞાનની ભજના છે અર્થાતુ અપર્યાપ્તને બે અથવા ત્રણ અજ્ઞાન હોય છે. જ્યોતિષી, વૈમાનિકમાં ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાનનિયમાં હોય છે.
પાંચ સ્થાવરના પર્યાપ્તા અને અપર્યાપ્તામાં, ત્રણ વિકસેન્દ્રિય અને અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયના પર્યાપ્તામાં બે અજ્ઞાન જ હોય છે. ત્રણ વિકસેન્દ્રિય અને અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયના અપર્યાપ્તામાં બે જ્ઞાન અથવા બે અજ્ઞાન હોય છે.
સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના, મનુષ્યોમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. સિદ્ધોમાં એક કેવળજ્ઞાન હોય છે.
કોઈ પણ જીવમાં એક જ્ઞાન હોય તો કેવળજ્ઞાન હોય છે. બે જ્ઞાન હોય તો મતિ અને શ્રુત જ્ઞાન હોય છે. ત્રણ જ્ઞાન હોય તો મતિ, શ્રુત, અવધિ જ્ઞાન અથવા મતિ, શ્રુત, મન:પર્યવ જ્ઞાન હોય છે. ચાર જ્ઞાન હોય તો મતિ, શ્રત, અવધિ, મન:પર્યવજ્ઞાન હોય છે. એક સાથે એક જીવમાં પાંચ જ્ઞાન હોતા નથી, કારણ કે કેવળજ્ઞાન થયા પછી અન્ય ચાર જ્ઞાન તેમાં સમાઇ જાય છે. તેથી તેની પૃથક ગણના થતી નથી. બે અજ્ઞાન હોય તો મતિ, શ્રુત અજ્ઞાન હોય છે અને ત્રણ અજ્ઞાન હોય તો મતિ, શ્રુત અને વિર્ભાગજ્ઞાન હોય છે.
સૂત્રકારે આ ઉદ્દેશકમાં જ્ઞાનલબ્ધિનું કથન વીસ દ્વારના માધ્યમથી કર્યુ છે. યથા- (૧) ગતિ (૨) ઇન્દ્રિય (૩) કાય (૪) સૂક્ષ્મ (૫) પર્યાપ્ત (૬) ભવસ્થ (૭) ભવસિદ્ધિક (૮) સંજ્ઞી (૯) લબ્ધિ (૧૦) ઉપયોગ (૧૧) યોગ (૧૨) વેશ્યા (૧૩) કષાય (૧૪) વેદ (૧૫) આહાર (૧૬) જ્ઞાનગોચર–વિષય (૧૭) કાલ (૧૮) અંતર (૧૯) અલ્પબદુત્વ અને (૨૦) પર્યાય.
આ રીતે આ ઉદ્દેશકમાં વિશેષતયા આત્માના જ્ઞાન ગુણનું વિવિધ પ્રકારે પ્રતિપાદન છે.