________________
[ પ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
શતક-૮ : ઉદ્દેશક-ર)
જ સંક્ષિપ્ત સાર છે
આ ઉદ્દેશકમાં આશીવિષના ભેદ, તેનું વિષ સામર્થ્ય, છદ્મસ્થના અવિષયભૂત અને કેવળીના વિષયભૂત દશ સ્થાન, પાંચ જ્ઞાન, ૨૪ દંડકમાં તેનું અસ્તિત્વ, તેમજ વીસ દ્વારના માધ્યમથી જ્ઞાન, અજ્ઞાન વિષયક વિસ્તૃત વિચારણા છે. આશી = દાઢ.જેની દાઢમાં ઝેર હોય તેને આશીવિષ કહે છે. તેના બે ભેદ છે. જાતિ(જન્મ) આશીવિષ અને કર્મ આશીવિષ.
વીંછી, દેડકો, સર્પ અને મનુષ્ય એ ચાર જાતિ આશીવિષ છે. તેમાં વીંછીનું વિષ સામર્થ્ય ઉત્કૃષ્ટ અર્ધ ભરતક્ષેત્ર પ્રમાણ, દેડકાનું ભરતક્ષેત્ર પ્રમાણ, સર્પનું જેબૂદ્વીપ પ્રમાણ અને મનુષ્યનું અઢીદ્વીપ ક્ષેત્ર પ્રમાણ છે. આટલા વિશાળ પુદ્ગલ સ્કંધને પોતાના વિષથી પ્રભાવિત કરી શકે છે. આ તેનું સામર્થ્ય માત્ર છે. ક્રિયાત્મક રૂપે કયારે ય તેનો પ્રયોગ કરતા નથી. કોઈ મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયના પર્યાપ્ત જીવ તથા પ્રકારની લબ્ધિના પ્રભાવે શાપ આદિ દ્વારા અન્ય પ્રાણીનો ઘાત કરે, તેને કર્મ આશીવિષ કહે છે. તે લબ્ધિવાળા કોઈ જીવ આઠમા દેવલોક સુધી જાય છે. તેથી આઠમા દેવલોક સુધીના દેવોને અપર્યાપ્તાવસ્થામાં આશીવિષ લબ્ધિનું અસ્તિત્વ હોય છે. તે સિવાય નારકીમાં કે અન્ય જીવોમાં ઉપરોક્ત લબ્ધિ હોતી નથી. છાસ્થ(વિશિષ્ટ અવધિજ્ઞાન કે કેવળજ્ઞાન રહિત જીવ) દશ સ્થાનને સાક્ષાત્ જાણી શકતા નથી, યથા– (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) શરીર રહિત જીવ (૫) પરમાણુ (૬) શબ્દ (૭) ગંધ (૮) વાયુ (૯) આ જીવ કેવળી થશે કે નહીં? (૧૦) આ જીવ મુક્ત થશે કે નહીં ?કેવળી ભગવાન ઉપરોક્ત દશ સ્થાનને સાક્ષાત જાણી શકે છે.
જ્ઞાન એ આત્માનો ગુણ છે. કોઈપણ પદાર્થને જાણવું, તેને જ્ઞાન કહે છે. સમ્યગ્દષ્ટિના જ્ઞાનને જ્ઞાન અને મિથ્યાત્વીના જ્ઞાનને અજ્ઞાન કહે છે. જ્ઞાનના પાંચ ભેદ અને અજ્ઞાનના ત્રણ ભેદ છે.
*
પાંચ ઇન્દ્રિય અને મનની સહાયતાથી અવગ્રહ, ઈહા. અવાય અને ધારણા રૂપ જે જ્ઞાન થાય તેને મતિજ્ઞાન કહે છે. તેના મુખ્ય ચાર ભેદ છે અને વિસ્તારથી તેના ૨૮ અથવા ૩૪૦ ભેદ થાય છે. અક્ષર, અક્ષર આદિ ચૌદ પ્રકારે જે જ્ઞાન થાય તેને શ્રુતજ્ઞાન કહે છે. તેના ચૌદ ભેદ છે. ઇન્દ્રિય અને મનની સહાયતા વિના મર્યાદિત ક્ષેત્રમાં રહેલા રૂપી પદાર્થોનું જ્ઞાન થાય તે અવધિજ્ઞાન છે. તેના બે ભેદ છે– ભવ પ્રત્યય અને ગુણપ્રત્યય. નારકી અને દેવોને ભવપ્રત્યય અવધિજ્ઞાન હોય