________________
શતક-૮: ઉદ્દેશક-૧
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પ્રયોગ પરિણત, મિશ્ર પરિણત, વિસસા પરિણત આ ત્રણે પ્રકારના પુદ્ગલોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર– હે ગૌતમ ! સર્વથી થોડા પ્રયોગ પરિણત યુગલો છે, તેનાથી મિશ્ર પરિણત યુગલો અનંતણા, તેનાથી વિસસા પરિણત યુગલો અનંતગુણા છે. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. I.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ત્રણે પરિણામોની દૃષ્ટિએ પુદ્ગલોના અલ્પબદુત્વની વિચારણા કરી છે.
સર્વથી થોડા મન, વચન અને કાયરૂપ પ્રયોગથી પરિણત યુગલો છે કારણ કે જીવ અને પુદ્ગલનો સંબંધ અલ્પકાલિક છે, તેનાથી મિશ્ર પરિણત પુદ્ગલો અનંતગુણા છે, કારણ કે પ્રયોગ પરિણામ દ્વારા પ્રાપ્ત થયેલા આકારને છોડ્યા વિના, વિસસા પરિણામ દ્વારા સ્વાભાવિક રૂપે પરિણામાંતરને પ્રાપ્ત થયેલા મૃતકલેવરાદિના અવયવરૂપ પુગલો અનંતાનંત છે અને તેથી વિસસા પરિણત યુગલો પણ અનંતગુણા છે, કારણ કે જીવ દ્વારા ગ્રહણ ન કરાયેલા પુદ્ગલ પરમાણુઓ આદિ અનંતગુણા છે.
(
૫ શતક - ૮/૧ સંપૂર્ણ
)