________________
શ્રી ભગવતી સૂત્ર–૩
દ્વિસંયોગના, ત્રિસંયોગના યાવત્ દસ સંયોગના,[અગિયારસંયોગના], બાર સંયોગના, જ્યાં જેટલા સંયોગી ભંગ થઈ શકે તેટલા ઉપયોગપૂર્વક કહેવા જોઈએ.
૫૪
આ સર્વ સંયોગી ભંગ નવમા શતકના ઉરમાં પ્રવેશનક નામક ઉદ્દેશકમાં જે રીતે કહેવાશે, તે જ રીતે અહીં પણ અસંખ્યાત સુધી કહેવા જોઈએ. અનંત દ્રવ્યના પણ તે જ રીતે ભંગ કહેવા પરંતુ તેમાં અસંખ્યથી એક વિકલ્પ અધિક કહેવો યાવત્ અંતિમ પંચસંયોગી વિકલ્પ– અનંત દ્રવ્ય પરિમંડલ સંસ્થાનરૂપે પરિણત થાય છે, યાવત્ અનંત દ્રવ્ય આયત સંસ્થાનરૂપે પરિણત થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચારથી અનંત સુધીના દ્રવ્યોના પ્રયોગાદિ પરિણામોના નિમિત્તથી થતા ભંગોનું કથન કર્યું છે.
ચાર દ્રવ્યો સંબંધી પ્રયોગ પરિણત આદિ ભંગ ઃ– ચાર દ્રવ્યોના પ્રયોગ પરિણત, મિશ્ર પરિણત અને વિસસા પરિણત આદિ ત્રણ પદોના—અસંયોગી-૩ ભંગ, દ્વિસંયોગી-૯ ભંગ, ત્રણ સંયોગી-૩ ભંગ કુલ ૧૫ ભંગ થાય છે.
પૂર્વોક્ત પદ્ધતિ અનુસાર તેના પણ શેષ ભંગોને માટે પૂર્વોક્ત ક્રમથી સંસ્થાન પર્યંત યથાયોગ્ય ભંગોની યોજના કરવી જોઈએ.
આ રીતે પાંચ, છ, સાત યાવત્ અનંત દ્રવ્યોના પણ યથાયોગ્ય ભંગ કરવા જોઈએ. તેમાં છ સંયોગી પ્રયોગ પરિણત પુદ્ગલનું કથન આરંભ સત્યમન પ્રયોગ આદિ છ પ્રકારની અપેક્ષાથી, સપ્ત સંયોગ ઔદારિકાદિ સાત પ્રકારના કાય પ્રયોગની અપેક્ષાથી, અષ્ટ સંયોગ પિશાચાદિ આઠ પ્રકારના વ્યંતર દેવોની અપેક્ષાથી, નવ સંયોગ ત્રૈવેયક વિમાનવાસી દેવોની અપેક્ષાથી, દશ સંયોગ દશ પ્રકારના ભવનપતિદેવોની અપેક્ષાથી, અગિયાર સંયોગ નારકી અને દેવોના યોગની અપેક્ષાથી, બાર સંયોગ બાર દેવલોકના દેવોની અપેક્ષાથી સમજાવા જોઈએ. આ રીતે અનંત દ્રવ્યો સુધીના સંયોગ યથાયોગ્ય અપેક્ષાથી સમજવા જોઈએ. એકાદશ સંયોગનો મૂળ પાઠ પ્રતોમાં ઉપલબ્ધ નથી, તેનું કારણ અજ્ઞાત છે.
સૂત્રમાં અનંત દ્રવ્યોમાં વિસસા પરિણત સંબંધી અંતિમ ભંગ દર્શાવ્યો છે તે સંસ્થાનની અપેક્ષાએ પંચ સંયોગી ભંગ છે.
ત્રણે પ્રકારના પુદ્ગલનું અલ્પબહુત્વ :
८२ एएसि णं भंते ! पोग्गलाणं पओगपरिणयाणं, मीसापरिणयाणं, वीससा - परिणयाणं य कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहिया वा ?
गोयमा ! सव्वत्थोवा पोग्गला पओगपरिणया, मीसापरिणया અનંતમુખા, વીલસાળિયા અનંતનુજ । । સેવ મતે ! સેવ મંતે ॥