________________
શતક-૮: ઉદ્દેશક-૧
૫૩ |
अहवा एगे पओगपरिणए दो मीसापरिणया एगे वीससापरिणए; अहवा दो पओगपरिणया एगे मीसापरिणए एगे वीससापरिणए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચાર દ્રવ્ય(અનંત પ્રદેશી ચાર સ્કંધો)શું પ્રયોગ પરિણત હોય કે મિશ્ર પરિણત હોય અથવા વિસસા પરિણત હોય છે?
ઉત્તર– હે ગૌતમ! તે (૧) ચારે દ્રવ્ય પ્રયોગ પરિણત હોય છે (૨) ચારે દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે અથવા (૩) ચારે દ્રવ્ય વિસસા પરિણત હોય છે.
અથવા (૪) એક દ્રવ્ય પ્રયોગ પરિણત, ત્રણ દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે (૫) એક દ્રવ્ય પ્રયોગ પરિણત, ત્રણ દ્રવ્ય વિસસા પરિણત હોય છે (૬) બે દ્રવ્ય પ્રયોગ પરિણત, બે દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે (૭) બે દ્રવ્ય પ્રયોગ પરિણત, બે દ્રવ્ય વિસસા પરિણત હોય છે (૮) ત્રણ દ્રવ્ય પ્રયોગ પરિણત, એક દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે (૯) ત્રણ દ્રવ્ય પ્રયોગ પરિણત, એક દ્રવ્ય વિસસા પરિણત હોય છે.
અથવા (૧૦) એક દ્રવ્ય મિશ્ર પરિણત, ત્રણ દ્રવ્ય વિસસા પરિણત હોય છે (૧૧) બે દ્રવ્ય મિશ્ર પરિણત, બે દ્રવ્ય વિસસા પરિણત હોય છે, (૧૨) ત્રણ દ્રવ્ય મિશ્ર પરિણત, એક દ્રવ્ય વિસસા પરિણત હોય છે.
અથવા (૧૩) એક દ્રવ્ય પ્રયોગ પરિણત, એક દ્રવ્ય મિશ્ર પરિણત, બે દ્રવ્ય વિસસા પરિણત હોય છે, (૧૪) એક દ્રવ્ય પ્રયોગ પરિણત, બે દ્રવ્ય મિશ્ર પરિણત અને એક દ્રવ્ય વિસસા પરિણત હોય છે, (૧૫) બે દ્રવ્ય પ્રયોગ પરિણત, એક દ્રવ્ય મિશ્ર પરિણત અને એક દ્રવ્ય વિસસા પરિણત હોય છે. ८१ जइ भंते ! पओगपरिणया किं मणप्पओगपरिणया वयप्पओगपरिणया कायप्पओगपरिणया?
गोयमा! एवं एएणं कमेणं पंच छ सत्त जाव दस संखेज्जा असंखेज्जा अणंता य दव्वा भाणियव्वा दुयासंजोएणं, तियासंजोएणं जाव दससंजोएणं, [एगारससंजोएणं] बारससंजोएणं उवजुंजिऊणं जत्थ जत्तिया संजोगा उडेति ते सव्वे भाणियव्वा; एए पुण जहा णवमसए पवेसणए भणिहामो तहा उवजुंजिऊण भाणियव्वा जाव असंखेज्जा । अणंता एवं चेव, णवरं एक्कं पदं अब्भहियं जाव अहवा अणंता परिमंडलसंठाण परिणया जाव अणंता आययसंठाणपरिणया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો ચાર દ્રવ્ય પ્રયોગ પરિણત હોય છે, તો તે શું મનપ્રયોગ પરિણત હોય અથવા વચન પ્રયોગ પરિણત હોય કે કાય પ્રયોગ પરિણત હોય ?
ઉત્તર- હે ગૌતમ! આ સર્વ ભંગ પૂર્વવત્ કહેવા જોઈએ તથા આ જ ક્રમથી પાંચ, છ, સાત, આઠ, નવ, દસ યાવતુ સંખ્યાત, અસંખ્યાત અને અનંત દ્રવ્યોના વિષયમાં કહેવું જોઈએ.