________________
શ્રી ભગવતી સૂત્ર–૩
અસત્ય મનપ્રયોગ પરિણત હોય, મિશ્ર મનપ્રયોગ પરિણત હોય કે વ્યવહાર મનપ્રયોગ પરિણત હોય ?
ઉત્તર– હે ગૌતમ ! તે ત્રણેય દ્રવ્ય સત્ય મનપ્રયોગ પરિણત હોય છે યાવત્ વ્યવહાર મનપ્રયોગ પરિણત હોય છે અથવા તેમાંથી એક દ્રવ્ય સત્ય મનપ્રયોગ પરિણત અને બે દ્રવ્ય મૃષા મનપ્રયોગ પરિણત હોય છે ઇત્યાદિ દ્વિસંયોગ અને ત્રિસંયોગના ભંગ કરવા જોઈએ. તેમજ મિશ્ર પરિણત અને વિસસા પરિણતના ભંગ પણ કરવા જોઈએ. યાવત્ અંતિમવિકલ્પ– એક ત્ર્યંત સંસ્થાન પરિણત હોય, એક સમચતુરસ સંસ્થાન પરિણત હોય અને એક આયત સંસ્થાન પરિણત હોય, ત્યાં સુધી કહેવું જોઈએ. વિવેચનઃ
પર
પ્રસ્તુત સૂત્રોમાં ત્રણ દ્રવ્યોના મન, વચન અને કાયાની અપેક્ષાએ પ્રયોગ પરિણત, મિશ્ર પરિણત અને વિસસા પરિણત, આ ત્રણ પદોના વિવિધ ભંગોનું અતિદેશપૂર્વક કથન કર્યું છે.
ત્રણ દ્રવ્ય સંબંધી ભંગ ઃ- પ્રયોગ પરિણત આદિ ત્રણે પદોના અસંયોગીના ૩ ભંગ, દ્વિક સંયોગીના ૬ ભંગ, ત્રિસંયોગીનો ૧ ભંગ, કુલ ૧૦ ભંગ થાય છે.
સત્યમન પ્રયોગ પરિણત આદિના ભંગ :- - સત્યમનપ્રયોગ, અસત્યમનપ્રયોગ, મિશ્રમનપ્રયોગ, વ્યવહારમન પ્રયોગપરિણત આદિ ચાર પદ છે. તેના અસંયોગીના ચાર ભંગ, દ્વિસંયોગીના ૧૨ ભંગ, ત્રિસંયોગીના ૪ ભંગ, કુલ ૨૦ ભંગ થાય છે. આ રીતે વચન પ્રયોગ પરિણતના અને કાય પ્રયોગ પરિણતના ભંગ સમજી લેવા જોઈએ.
મિશ્ર અને વિસ્રસા પરિણતના ભંગ ઃ– પ્રયોગ પરિણતની જેમ જ મિશ્ર પરિણતના ભંગ જાણવા અને વિસસા પરિણતના ભંગમાં વર્ણાદિના ભેદોનું કથન કરવું.
ચાર દ્રવ્ય પરિણત પુદ્ગલ :
८० चत्तारि भंते ! दव्वा किं पओगपरिणया मीसापरिणया वीससापरिणया ?
ગોયમા ! પોરિળયા વા, મીસાપરિયા વા, વીસસાપરિયા વા । अहवा एगे पओगपरिणए तिण्णि मीसापरिणया; अहवा एगे पओगपरिणए तिणि वीससापरिणया; अहवा दो पओगपरिणया दो मीसापरिणया, अहवा दो पओगपरिणया दो वीससापरिणया; अहवा तिण्णि पओगपरिणया; एगे मीसा परिणए, अहवा तिण्णि पओगपरिणया, एगे वीससापरिणए; अहवा एगे मीसापरिणए, तिण्णि वीससापरिणया; अहवा दो मीसापरिणया दो वीससापरिणया; अहवा तिण्णि मीसापरिणया एगे वीससापरिणए;
अहवा एगे पओगपरिणए, एगे मीसापरिणए, दो वीससापरिणया;