________________
શતક-૮: ઉદ્દેશક-૧
मीसापरिणया एगे वीससापरिणए; अहवा एगे पओगपरिणए एगे मीसापरिणए एगे वीससा परिणए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ત્રણ દ્રવ્ય(અનંત પ્રદેશી ત્રણ સ્કંધો) શું પ્રયોગ પરિણત હોય કે મિશ્ર પરિણત હોય કે વિસસા પરિણત હોય છે?
ઉત્તર– હે ગૌતમ! (૧) ત્રણે દ્રવ્ય પ્રયોગ પરિણત હોય છે અથવા (૨) ત્રણે દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે અથવા (૩) ત્રણે દ્રવ્ય વિસસા પરિણત હોય છે.
અથવા (૪) એક દ્રવ્ય પ્રયોગ પરિણત અને બે દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે (૫) એક દ્રવ્ય પ્રયોગ પરિણત અને બે દ્રવ્ય વિસસા પરિણત હોય છે (૬) બે દ્રવ્ય પ્રયોગ પરિણત અને એક દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે (૭) બે દ્રવ્ય પ્રયોગ પરિણત અને એક દ્રવ્ય વિસસા પરિણત હોય છે (૮) એક દ્રવ્ય મિશ્ર પરિણત, બે દ્રવ્ય વિસસા પરિણત હોય છે (૯) બે દ્રવ્ય મિશ્ર પરિણત, એક દ્રવ્ય વિસસા પરિણત હોય છે. અથવા (૧૦) એક દ્રવ્ય પ્રયોગ પરિણત, એક દ્રવ્ય મિશ્ર પરિણત અને એક દ્રવ્ય વિસસા પરિણત હોય છે. આ રીતે કુલ ૧૦ ભંગ થાય છે.
७८ जइ भंते ! पओगपरिणया किं मणप्पओगपरिणया, वयप्पओगपरिणया, कायप्पओगपरिणया?
गोयमा ! मणप्पओगपरिणया वा, एवं एक्कगसंजोगो, दुयासंजोगो, तियासंजोगो भाणियव्वो । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જે ત્રણ દ્રવ્ય પ્રયોગ પરિણત હોય છે, તે શું મનપ્રયોગ પરિણત હોય કે વચન પ્રયોગ પરિણત હોય કે કાય પ્રયોગ પરિણત હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તે ત્રણ દ્રવ્ય મનપ્રયોગ પરિણત, વચન પ્રયોગ પરિણત અથવા કાય પ્રયોગ પરિણત હોય છે વગેરે અસંયોગી, દ્વિસંયોગી અને ત્રિસંયોગીના ભંગ કહેવા જોઈએ. ७९ जइ भंते ! मणप्पओगपरिणया किं सच्चमण-पओगपरिणया, असच्चमणपओगपरिणया सच्चामोसमण-प्पओगपरिणया, असच्चामोसमणप्पओगपरिणया?
गोयमा ! सच्चमण-पओगपरिणया वा जाव असच्चामोसमण-पओगपरिणया वा: अहवा एगे सच्चमण-प्पओगपरिणए, दो मोसमण-पओगपरिणया वा । एवं दुयासंजोगो, तियासंजोगो भाणियव्वो; एत्थ वि तहेव जावअहवा एगे तंससंठाणपरिणए, एगे चउरंससंठाणपरिणए एगे आययसंठाणपरिणए वा । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! જે ત્રણ દ્રવ્ય મનપ્રયોગ પરિણત હોય છે, તે શું સત્ય મનપ્રયોગ પરિણત હોય,