________________
[ ૫૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
બે દ્રવ્યના મનપ્રયોગ પરિણત ૫૦૪ ભંગ - સર્વપ્રથમ સત્યમન પ્રયોગ પરિણત, અસત્યમન પ્રયોગ પરિણત આદિ ચાર પદોના અસંયોગીના ૪ ભંગ અને દ્વિસંયોગીના ૬ ભંગ, તેમ કુલ ૧૦ ભંગ થાય. પછી આરંભ સત્યમન પ્રયોગ આદિ છ પદોના અસંયોગીના છ ભંગ અને દ્વિસંયોગીના ૧૫ ભંગ થાય. આ રીતે કુલ ૨૧ ભંગ થાય.
આ રીતે અનારંભ સત્યમન પ્રયોગ આદિ શેષ પાંચ પદોના પણ પ્રત્યેકના ૨૧-૨૧ ભંગ થાય છે, આ રીતે કુલ ૨૧ x ૬ = ૧૨૬ ભંગ થાય છે.
સત્યમન પ્રયોગ પરિણતની જેમ અસત્યમન પ્રયોગ પરિણત, મિશ્રમન પ્રયોગ પરિણત, વ્યવહાર મન પ્રયોગ પરિણતના પૂર્વવતુ ૧૨૬-૧૨૬ ભંગ થાય છે, તેથી મન પ્રયોગ પરિણતના કુલ ૧૨૬ ૪ ૪ = ૫૦૪ ભંગ થાય છે. બે દ્રવ્યના વચન પ્રયોગ પરિણત ૫૦૪ ભંગઃ- જે રીતે મનપ્રયોગ પરિણતના ઉપર્યુક્ત ૫૦૪ ભંગ થાય છે, તે રીતે વચન પ્રયોગ પરિણતના પણ ૫૦૪ ભંગ થાય છે.
બે દ્રવ્યના ઔદારિકાદિ કાયપ્રયોગ પરિણત ૧૯દ ભંગ - દારિક શરીર કાય પ્રયોગ પરિણત આદિ કાયાના સાત ભેદ છે. તેના પ્રત્યેક ભેદમાં અસંયોગીના ૭ ભંગ, દ્વિક સંયોગીના ૨૧ ભંગ, કુલ ૨૮ ભંગ થાય છે. ૭ ભેદોના ૨૮-૨૮ ભંગની ગણના કરતાં કુલ ૨૮ X ૭ = ૧૯૬ભંગ કાયપ્રયોગ પરિણતના થાય છે.
આ રીતે મનપ્રયોગ પરિણત દ્રવ્યના ૫૦૪ ભંગ, વચન પ્રયોગ પરિણત દ્રવ્યના ૫૦૪ ભંગ, કાય પ્રયોગ પરિણતના ૧૯૬ ભંગ મળીને કુલ ૧,૨૦૪ ભંગ બે દ્રવ્ય પ્રયોગ પરિણતના થાય છે.
મિશ્ર પરિણત બે દ્રવ્યોના ભંગ :- પ્રયોગ પરિણત બે દ્રવ્યના ભંગની જેમ બે દ્રવ્ય મિશ્ર પરિણતના પણ ૧,૨૦૪ ભંગ થાય છે. વિસસા પરિણત દ્રવ્યોના ભંગ – જે રીતે પ્રયોગ પરિણત અને મિશ્ર પરિણત બે દ્રવ્યોના ભંગ કહ્યા છે તે રીતે વિસસા પરિણત બે દ્રવ્યોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન આ પાંચ પદોના વિભિન્ન વિશેષણયુક્ત પદોને લઈને અસંયોગી, દ્ધિક સંયોગી ભંગ પણ યથાયોગ્ય સમજી લેવા જોઈએ.
ત્રણ દ્રવ્ય પરિણત પુગલઃ|७७ तिण्णि भंते ! दव्वा किं पओगपरिणया, मीसापरिणया, वीससापरिणया?
गोयमा ! पओगपरिणया वा मीसापरिणया वा, वीससापरिणया वा; अहवा एगे पओगपरिणए दो मीसापरिणया, अहवा एगे पओगपरिणए दो वीससापरिणया, अहवा दो पओगपरिणया एगे मीसापरिणए, अहवा दो पओगपरिणया एगे वीससापरिणए, अहवा एगे मीसापरिणए दो वीससापरिणया, अहवा दो