________________
શતક-૮: ઉદ્દેશક-૧
૪૯ |
અને બીજે દ્રવ્ય અનારંભ સત્યમન પ્રયોગ પરિણત હોય છે. આ રીતે આ ભંગ વિધિથી દ્વિસંયોગીના ભંગ કરવા જોઈએ અને જ્યાં જેટલા દ્વિસંયોગ શક્ય હોય તેટલા કહેવા યાવત્ સર્વાર્થસિદ્ધ વૈમાનિક દેવ પર્યત કહેવા જોઈએ.
७५ जइ भंते ! मीसापरिणया किं मणमीसापरिणया, पुच्छा ? गोयमा ! एवं मीसापरिणया वि जहा पओगपरिणया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો તે બે દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે, તો તે શું મનોમિશ્ર પરિણત હોય છે ઇત્યાદિ પ્રશ્ન પ્રયોગ પરિણતની જેમ કરવા જોઈએ.
ઉત્તર– હે ગૌતમ! જે રીતે પ્રયોગ પરિણતના વિષયમાં કહ્યું, તે જ રીતે મિશ્ર પરિણતના વિષયમાં પણ સર્વ કથન કરવું જોઈએ.
७६ जइ भंते ! वीससापरिणया किं वण्णपरिणया, गंधपरिणया, रसपरिणया, फासपरिणया, संठाणपरिणया ?
गोयमा ! एवं वीससापरिणया वि जाव अहवा एगे चउरंससंठाणपरिणए, एगे आययसंठाणपरिणए वा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન ! જે બે દ્રવ્ય વિસસા પરિણત હોય છે, તે શું વર્ણ પરિણત હોય કે ગંધ પરિણત હોય યાવતું સંસ્થાન પરિણત હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! જે રીતે પહેલા કથન કર્યું છે, તે જ રીતે વિસસા પરિણતના વિષયમાં પણ અસંયોગી અને દ્વિસંયોગી આદિ ભંગયુક્ત કથન કરવું. યાવતું એક દ્રવ્ય ચતુરસસંસ્થાનરૂપે પરિણત હોય છે અને બીજું દ્રવ્ય આયત સંસ્થાનરૂપે પરિણત હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં એક દ્રવ્યના સંપૂર્ણ વર્ણનની જેમ ભેદ-પ્રભેદ અને ભંગયુક્ત બે દ્રવ્યોના પ્રયોગ પરિણત, મિશ્ર પરિણત અને વિસસા પરિણતનું નિરૂપણ છે.
બે દ્રવ્યોના પ્રયોગ પરિણત ૧,૨૦૪ ભંગ:- બે દ્રવ્યોના સંબંધમાં પ્રયોગાદિ ત્રણ પદોના અસંયોગીના ૩ ભંગ અને દ્વિક સંયોગી ૩ ભંગ, કુલ છ ભંગ થાય છે. યથા– અસંયોગીના ત્રણ ભંગ- (૧) બે દ્રવ્ય મનપ્રયોગ પરિણત (૨) બે દ્રવ્ય વચન પ્રયોગ પરિણત (૩) બે દ્રવ્ય કાય પ્રયોગ પરિણત હોય છે. દિક સંયોગીના ત્રણ ભંગ- (૧) એક દ્રવ્ય મનપ્રયોગ પરિણત, બીજું દ્રવ્ય વચન પ્રયોગ પરિણત, (૨) એક દ્રવ્ય મનપ્રયોગ પરિણત, બીજું દ્રવ્ય કાય પ્રયોગ પરિણત, (૩) એક દ્રવ્ય વચન પ્રયોગ પરિણત બીજું દ્રવ્ય કાય પ્રયોગ પરિણત હોય છે.