________________
શ્રી ભગવતી સૂત્ર–૩
एगे सच्चमण-प्पओगपरिणए, एगे असच्चामोसमण-प्पओगपरिणए; अहवा एगे मोसमण- प्पओगपरिणए एगे सच्चमोसमण-प्पओगपरिणए; अहवा एगे मोसमण-प्पओग- परिणए, एगे असच्चामोस मणप्पओग-परिणए; अहवा एगे सच्चामोस-मणप्पओग- परिणए, एगे असच्चामोस-मण-प्पओगपरिणए ।
૪૮
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જે બે દ્રવ્ય મનપ્રયોગ પરિણત હોય છે, તે શું સત્ય મનપ્રયોગ પરિણત હોય કે અસત્ય મનપ્રયોગ પરિણત હોય કે મિશ્ર મનપ્રયોગ પરિણત હોય અથવા વ્યવહાર મનપ્રયોગ પરિણત હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે બંને દ્રવ્ય (૧) સત્ય મનપ્રયોગ પરિણત હોય છે. (૨) અસત્ય મનપ્રયોગ પરિણત હોય છે. (૩) મિશ્ર મનપ્રયોગ પરિણત હોય છે. (૪) વ્યવહાર મનપ્રયોગ પરિણત હોય છે. (૫) બે દ્રવ્યોમાંથી એક દ્રવ્ય સત્ય મનપ્રયોગ પરિણત હોય, બીજું દ્રવ્ય અસત્ય મનપ્રયોગ પરિણત હોય છે. (૬) એક દ્રવ્ય સત્ય મનપ્રયોગ પરિણત હોય, બીજું દ્રવ્ય મિશ્ર મનપ્રયોગ પરિણત હોય છે. (૭) એક દ્રવ્ય સત્ય મનપ્રયોગ પરિણત હોય, બીજું દ્રવ્ય વ્યવહાર મનપ્રયોગ પરિણત હોય છે. (૮) એક દ્રવ્ય મૃષા મનપ્રયોગ પરિણત હોય, બીજું દ્રવ્ય મિશ્ર મનપ્રયોગ પરિણત હોય છે. (૯) એક દ્રવ્ય મૃષા । મનપ્રયોગ પરિણત હોય, બીજું દ્રવ્ય વ્યવહાર મનપ્રયોગ પરિણત હોય છે. (૧૦) એક દ્રવ્ય મિશ્ર મનપ્રયોગ પરિણત હોય, બીજું દ્રવ્ય વ્યવહાર મનપ્રયોગ પરિણત હોય છે. આ રીતે દશ ભંગ થાય છે. ७४ जइ भंते ! सच्चमण-प्पओगपरिणया किं आरंभ-सच्चमण-पओगपरिणया, अणारंभ-सच्चमण-पओगपरिणया, संरंभ-सच्चमण-पओगपरिणया, असंरंभ- सच्चमणपओगपरिणया, समारंभ-सच्चमण-पओगपरिणया, असमारंभ-सच्चमणपओगपरिणया ?
गोयमा ! आरंभ-सच्चमण-पओगपरिणया वा जाव असमारंभ-सच्चमणपओगपरिणया वा; अहवा एगे आरंभ-सच्चमण-पओगपरिणए, एगे अणारंभसच्चमण-पओगपरिणए । एवं एएणं गमेणं दुयासंजोगेणं णेयव्वं, सव्वे संजोगा जत्थ जत्तिया उट्ठेति ते भाणियव्वा जाव सव्वट्ठसिद्धग त्ति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જે બે દ્રવ્ય સત્યમન પ્રયોગ પરિણત હોય છે તે શું (૧) આરંભ સત્યમન પ્રયોગ પરિણત હોય કે (૨) અનારંભ સત્યમન પ્રયોગ પરિણત હોય અથવા (૩) સંરંભ સત્યમન પ્રયોગ પરિણત હોય (૪) અસંરંભ સત્યમન પ્રયોગ પરિણત હોય (૫) સમારંભ સત્યમન પ્રયોગ પરિણત હોય (૬) અસમારંભ સત્યમન પ્રયોગ પરિણત હોય ?
ઉત્તર– ગૌતમ ! તે બંને દ્રવ્ય(૧-૬) આરંભ સત્યમન પ્રયોગ પરિણત હોય છે યાવત્ અસમારંભ સત્યમન પ્રયોગ પરિણત હોય છે. અથવા તે બેમાંથી એક દ્રવ્ય આરંભ સત્યમન પ્રયોગ પરિણત હોય છે