________________
શતક-૮: ઉદ્દેશક-૧
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે એક દ્રવ્ય વિસસા(સ્વભાવથી) પરિણત હોય છે, તે શું વર્ણ પરિણત હોય કે ગંધ, રસ, સ્પર્શ અથવા સંસ્થાન પરિણત હોય છે ?
ઉત્તર- હે ગૌતમ! તે વર્ણ પરિણત હોય છે અથવા ગંધ પરિણત હોય છે અથવા રસ, સ્પર્શ કે સંસ્થાન પરિણત હોય છે. |६६ जइ भंते ! वण्णपरिणए किं कालवण्णपरिणए जावसुक्किल्लवण्णपरिणए? गोयमा ! कालवण्णपरिणए वा जाव सुक्किल्लवण्णपरिणए वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે એક દ્રવ્ય વર્ણ પરિણત હોય છે, તે શું કૃષ્ણ વર્ણ પરિણત હોય કે થાવતુ શુક્લવર્ણ પરિણત હોય ?
ઉત્તર- હે ગૌતમ ! તે કૃષ્ણ વર્ણ પરિણત હોય છે યાવત શુક્લ વર્ણ પરિણત હોય છે. |६७ जइ भंते ! गंधपरिणए किं सुब्भिगंधपरिणए, दुब्भिगंधपरिणए ? गोयमा ! सुब्भिगंधपरिणए वा, दुब्भिगंधपरिणए वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે એક દ્રવ્ય ગંધ પરિણત હોય છે, તે શું સુરભિ ગંધ પરિણત હોય કે દુરભિ ગંઘ પરિણત હોય?
ઉત્તર- હે ગૌતમ ! તે સુરભિગંધરૂપે પરિણત હોય છે અથવા દુરભિગંધરૂપે પણ પરિણત હોય છે. ६८ जइ भंते ! रसपरिणए किं तित्तरसपरिणए, पुच्छा ? गोयमा ! तित्तरसपरिणए वा जाव महुररसपरिणए वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે એક દ્રવ્ય રસરૂપે પરિણત હોય છે, તે શું તીખા રસરૂપે પરિણત હોય કે કડવા, તૂરા, ખાટા કે મધુર રસરૂપે પરિણત હોય?
ઉત્તર- હે ગૌતમ ! તે તીખા રસરૂપે પરિણત હોય છે યાવત્ મધુર રસરૂપે પરિણત હોય છે. |६९ जइ भंते ! फासपरिणए किं कक्खडफासपरिणए जाव लुक्खफासपरिणए ? गोयमा ! कक्खडफासपरिणए वा जाव लुक्खफासपरिणए वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે એક દ્રવ્ય સ્પર્શ પરિણત હોય છે, તે શું કર્કશ સ્પર્શ પરિણત હોય છે કે યાવતુ રૂક્ષ સ્પર્શ પરિણત હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તે કર્કશ સ્પર્શ પરિણત હોય છે યાવતુ રૂક્ષ સ્પર્શ પરિણત હોય છે.