________________
૪૪
શ્રી ભગવતી સૂત્ર–૩
એક દ્રવ્ય મિશ્ર પરિણતના ભેદ-પ્રભેદઃ
६३ जइ भंते! मीसापरिणए किं मणमीसापरिणए वयमीसापरिणए कायमीसाપરિણ્ ?
गोयमा ! मणमीसापरिणए वा, वयमीसापरिणए वा, कायमीसापरिणए वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જે એક દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે તે શું મનોમિશ્ર પરિણત હોય કે વચન મિશ્ર પરિણત હોય કે કાય મિશ્ર પરિણત હોય ?
ઉત્તર– હે ગૌતમ ! તે એક દ્રવ્ય મનો મિશ્ર પરિણત પણ હોય છે, વચન મિશ્ર પરિણત પણ હોય છે અને કાય મિશ્ર પરિણત પણ હોય છે.
६४ जइ भंते ! मणमीसापरिणए किं सच्चमणमीसापरिणए मोसमणमीसा પરિષ, પુચ્છા ?
गोयमा ! जहा पओगपरिणए तहा मीसापरिणए वि भाणियव्वं णिरवसेसं जाव पज्जत्ता-सव्वट्ठसिद्ध-अणुत्तरोववाइय जावदेवपंचिंदिय-कम्मासरीर-मीसापरिणए वा, अपज्जत्तत्सव्वट्ठसिद्ध अणुत्तरोववाइय जाव कम्मासरीर-मीसापरिणए वा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જે એક દ્રવ્ય મનોમિશ્ર પરિણત હોય છે, તે શું સત્ય મનોમિશ્ર પરિણત હોય કે મૃષા । મનોમિશ્ર પરિણત હોય કે સત્યમૃષા મનોમિશ્ર પરિણત હોય અથવા અસત્યામૃષા મનોમિશ્ર
પરિણત હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! જે રીતે પ્રયોગ પરિણતના સંબંધમાં કહ્યું છે, તે જ રીતે મિશ્ર પરિણતના વિષયમાં પણ સંપૂર્ણ કથન કરવું યાવત્ પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય કાર્મણ શરીર કાય મિશ્રપરિણત હોય છે અથવા અપર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય કાર્મણ શરીર કાયમિશ્ર પરિણત હોય છે.
એક દ્રવ્ય વિસસા પરિણતના ભેદ-પ્રભેદ :
६५ जइ भंते ! वीससापरिणए किं वण्णपरिणए, गंधपरिणए, रसपरिणए, फासपरिणए, संठाणपरिणए ?
गोयमा ! वण्णपरिणए वा गंधपरिणए वा रसपरिणए वा फासपरिणए वा संठाणपरिणए वा ।