________________
શતક-૮: ઉદ્દેશક-૧
[ ૪૩ ]
૪૩
આહારક મિશ્ર શરીર કાયપ્રયોગ પરિણતના વિષયમાં પણ કહેવું જોઈએ. વિવેચન :
પર્યાપ્તા ગર્ભજ મનુષ્યો જ આહારક શરીર બનાવી શકે છે. તેથી આહારક અને આહારક મિશ્ર કાર્યપ્રયોગમાં જીવનો એક જ ભેદ(ગર્ભજ મનુષ્યના પર્યાપ્તા) હોય છે. કાર્પણ શરીર પ્રયોગ પરિણતના ભેદોઃ|६२ जइ भंते ! कम्मासरीर-कायप्पओग-परिणए किं एगिदिय-कम्मासरीरकायप्पओग-परिणए जाव पंचिंदिय-कम्मासरीर-कायप्पओग-परिणए ?
गोयमा ! एगिंदिय-कम्मासरीर-कायप्पओग-परिणए, एवं जहा ओगाहणसंठाणे कम्मगस्स भेओ तहेव इहावि जाव पज्जत्त-सव्वट्ठसिद्धअणुत्तरोववाइय-कप्पाईय वेमाणिय-देवपंचिंदिय-कम्मासरीर- कायप्पओगपरिणए, अपज्जत्त-सव्वट्ठसिद्ध-अणुत्तरोववाइय जाव परिणए वा । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જે એક દ્રવ્ય કાર્મણ શરીર કાયપ્રયોગ પરિણત હોય છે, તે શું એકેન્દ્રિય કાર્પણ શરીર કાયપ્રયોગ પરિણત હોય કે બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અથવા પંચેન્દ્રિય કાર્પણ શરીર કાયપ્રયોગ પરિણત હોય?
ઉત્તર- હે ગૌતમ! તે એકેન્દ્રિય કાર્પણ શરીર કાયપ્રયોગ પરિણત હોય છે, વગેરે જે રીતે પ્રજ્ઞાપના સૂત્રના ૨૧માં અવગાહના સંસ્થાન પદમાં કાર્પણ શરીરના ભેદ કહ્યા છે, તે રીતે અહીં પણ સર્વ ભેદ કહેવા યાવતું પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય કાર્મણ શરીર કાયપ્રયોગ પરિણત હોય છે, અપર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય કાર્પણ શરીર કાયપ્રયોગ પરિણત હોય છે, ત્યાં સુધીના ભેદ કહેવા જોઈએ. વિવેચન :
કાર્મણ શરીર સર્વ સંસારી જીવોને હોય છે. તેથી જીવના સંપૂર્ણ ભેદ-પ્રભેદ અનુસાર કાર્પણ શરીર પ્રયોગ પરિણત પુદ્ગલના ભેદ જાણવા.
કાર્પણ કાયયોગ–૧૬૧ ભેદ
બેઇન્દ્રિય
ઇન્દ્રિય
ચૌરેન્દ્રિય
એકેન્દ્રિય ૨૦ ભેદ
પંચેન્દ્રિય ૧૩૫
નારક ૧૪
તિર્યંચ ૨૦
મનુષ્ય
૩
દેવ ૯૮