________________
શતક-૮: ઉદ્દેશક-૧
[
૪૧ ]
કાયપ્રયોગ પરિણત હોતા નથી પરંતુ અપર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વેમાનિક દેવ પંચેન્દ્રિય વૈક્રિયમિશ્ર શરીર કાયપ્રયોગ પરિણત હોય છે. ત્યાં સુધી કહેવું જોઈએ.
વિવેચન :
વૈક્રિય કાયયોગ નારકી, દેવ, વાયુકાય, ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્યોને હોય છે. તેના ભેદ-પ્રભેદ દર્શક ચાર્ટ આ પ્રમાણે છે.
વૈક્રિય કાયયોગ–૧૧૯ ભેદ
નારક-૧૪
દેવ-૯૮
મનુષ્ય-૧
તિર્યંચ-૬
સાત નરકના પર્યા. અપર્યા. ૭૪૨ = ૧૪
સંજ્ઞી મનુષ્યના ૫ સંજ્ઞી તિર્યંચ અને પર્યા.
૧ વાયુ. ના પર્યા.
ભવનપતિ ૧૦૪૨ = ૨૦ ૧૦ અસુરકુમારાદિ
પર્યા. અપર્યા.
વ્યંતર જ્યોતિષી વૈમાનિક ૮૪૨ = ૧૬ ૫૪૨ = ૧૦ ર૬૪૨ = પર
(૧૨ દેવલોક
૯ રૈવેયક ૫ અનુત્તર વિમાન)
આ રીતે નારકોના ૧૪ + દેવોના ૯૮ = ૧૧૨ ભેદ ભવ પ્રત્યય વૈક્રિયકાયયોગના અને મનુષ્યનો એક ભેદ + તિર્યંચના છ ભેદ = ૭ ભેદ લબ્ધિ પ્રત્યય વૈક્રિયકાયયોગના છે.
વૈકિય મિશ્ર કાયયોગ-૩ ભેદ:- સાત નારકના, ૧૦ ભવનપતિના, ૮ વ્યંતરના, ૫ જ્યોતિષીના, ૧૨ દેવલોકના, ૯ ગ્રેવેયકના અને ૫ અનુત્તર વિમાનના કુલ ૫૬ ભેદના અપર્યાપ્તા અને એક સંજ્ઞી મનુષ્ય, ૫ સંજ્ઞી તિર્યંચ અને એક વાયુકાય તે સાત ભેદના પર્યાપ્તા, આ રીતે કુલ ૬૩ ભેદ થાય છે.
નારકી અને દેવ જ્યારે ઉત્તર વૈક્રિય શરીર બનાવે છે ત્યારે વૈક્રિય સાથે જ વૈક્રિયનો યોગ થાય છે તેથી તેની ગણના મિશ્રમાં કરી નથી. કારણ કે અહીં ઔદારિક કે કાર્મણ સાથે વૈક્રિયનો મિશ્ર થાય તેને જ વૈક્રિયમિશ્ર કાયયોગ કહ્યો છે. પરંતુ પ્રજ્ઞાપના સૂત્રના ૧૬મા પ્રયોગ પદમાં તેને પણ વૈક્રિયમિશ્ર કાયયોગ કહ્યો છે. આ બંને કથન સાપેક્ષ છે.