________________
૪૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
एगिदिय जाव परिणए । एवं एएणं अभिलावेणं जहा ओगाहणसंठाणे' वेउव्वियसरीरं भणियं तहा इह वि भाणियव्वं जाव पज्जत्तग-सव्वट्ठसिद्ध-अणुत्तरोववाइयकप्पाईय-वेमाणिय- देव-पंचिंदिय- वेउव्वियसरीर-कायप्पओग- परिणए वा, अपज्जत्तग-सव्वट्ठसिद्ध-अणुत्त-रोववाइय जाव परिणए वा ।
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો તે એક દ્રવ્ય એકેન્દ્રિય વૈક્રિય શરીર કાયપ્રયોગ પરિણત હોય છે, તે શું વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર કાયપ્રયોગ પરિણત હોય કે અવાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર કાયપ્રયોગ પરિણત હોય છે ?
ઉત્તર- હે ગૌતમ! તે એક દ્રવ્ય વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર કાય પ્રયોગ પરિણત હોય છે પરંતુ અવાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર કાય પ્રયોગ પરિણત હોતા નથી. (કારણ કે વાયુકાય સિવાય અન્ય કોઈ પણ એકેન્દ્રિયમાં વૈક્રિય શરીર નથી). આ રીતે આ સૂત્રો દ્વારા પ્રજ્ઞાપના સૂત્રના “અવગાહનાસંસ્થાન” નામક ૨૧મા પદમાં વૈક્રિય શરીરના વિષયમાં જે પ્રમાણે કહ્યું છે તે જ રીતે અહીં પણ સર્વ કથન કરવું જોઈએ યાવત તે પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર કાયપ્રયોગ પરિણત હોય છે અથવા અપર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર કાયપ્રયોગ પરિણત હોય છે.
५९ जइ भंते ! वेउव्विय-मीसासरीर-कायप्पओग-परिणए किं एगिदियमीसासरीर- कायप्पओगपरिणए जाव पचिंदियमीसासरीस्कायप्पओगपरिणए?
गोयमा ! जहा वेउव्वियं तहा वेउव्वियमीसगं वि, णवरं देव-णेरइयाणं अपज्जत्तगाणं, सेसाणं पज्जत्तगाणं । जाव णो पज्जत्तगसव्वट्ठसिद्ध-अणुत्तरोववाइय जाव परिणए, अपज्जत्तग-सव्वट्ठसिद्ध- अणुत्तरोववाइयदेव- पंचिंदियवेउव्वियमीसासरीर-कायप्पओगपरिणए ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! જે એક દ્રવ્ય વૈક્રિયમિશ્ર શરીર કાયપ્રયોગ પરિણત હોય છે, તે શું એકેન્દ્રિય વૈક્રિયમિશ્રશરીર કાયપ્રયોગ પરિણત હોય કે યાવતુ પંચેન્દ્રિય વૈક્રિયમિશ્ર શરીર કાય પ્રયોગ પરિણત હોય?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે વૈક્રિય શરીર કાયપ્રયોગ પરિણતના વિષયમાં કથન કર્યું છે, તે પ્રમાણે વૈક્રિયમિશ્ર શરીરકાય પ્રયોગ પરિણતના વિષયમાં કથન કરવું જોઈએ પરંતુ વિશેષતા એ છે કે વૈક્રિય મિશ્ર શરીર કાયપ્રયોગ દેવો અને નારકીઓના અપર્યાપ્તામાં અને શેષ સર્વ જીવોના પર્યાપ્તામાં હોય છે. થાવત પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કપાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય વૈક્રિયમિશ્ર શરીર,