________________
૩૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
५१ जइ भंते ! सुहुम-पुढविक्काइय जाव परिणए किं पज्जत्त-सुहुमपुढविक्काइय जाव परिणए ? अपज्जत्त-सुहुम-पुढविक्काइय जाव परिणए?
गोयमा! पज्जत्त-सुहमपुढविक्काइय जाव परिणए वा, अपज्जत्तसुहुम पुढ विक्काइय जावपरिणए वा । एवं बायरा वि । एवं जाववणस्सइकाइयाणंचउक्कओ भेओ । बेइंदियतेइंदियचउरिंदियाणं दुयओ भेओ-पज्जत्तगा य अपज्जत्तगा य । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! જો તે એક દ્રવ્ય સુક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય શરીર કાય પ્રયોગ પરિણત હોય છે, તે શું પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર કાય પ્રયોગ પરિણત હોય કે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર કાય પ્રયોગ પરિણત હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! તે પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય શરીર કાય પ્રયોગ પરિણત હોય છે અથવા અપર્યાપ્ત સુક્ષ્મ પુથ્વીકાયિક એકેન્દ્રિય શરીર કાય પ્રયોગ પરિણત હોય છે. આ રીતે વનસ્પતિકાયિક પર્યત સર્વના ચાર-ચાર ભેદના વિષયમાં પણ કથન કરવું જોઈએ.
બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયના બે-બે ભેદ-પર્યાપ્ત અને અપર્યાપ્તના વિષયમાં કથન કરવું. ५२ जइ भंते ! पंचिंदियओरालियसरीस्कायप्पओग-परिणए किं तिरिक्खजोणिय पचिंदियओरालियसरीस्कायप्पओगपरिणए, मणुस्सपचिंदिय जाव परिणए?
गोयमा ! तिरिक्खजोणिय जाव परिणए वा, मणुस्सपंचिंदिय जाव परिणए વા |
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે એક દ્રવ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય, તે શું તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય કે મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય ?
ઉત્તર– હે ગૌતમ ! તે તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય છે અથવા મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય છે. ५३ जइ भंते ! तिरिक्खजोणिय जाव परिणए किं जलयरतिरिक्खजोणिय जाव परिणए, थलयस्खहयर जाव परिणए ? एवं चउक्कओ भेओ जावखहयराणं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જે એક દ્રવ્ય તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય, તો તે શું જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય કે સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક