________________
| ૩૪ |
શ્રી ભગવતી સૂત્ર-૩
(૧૧) વૈકિય કાયયોગ :- વૈક્રિય શરીર દ્વારા થતો વીર્યશક્તિનો પ્રયોગ તે વૈક્રિય કાયયોગ કહેવાય છે. તે દેવ અને નારકોને હોય છે. મનુષ્યો અને તિર્યંચો વૈક્રિયલબ્ધિથી વૈક્રિયશરીર બનાવી લે તત્પશ્ચાત્ વૈક્રિય કાયયોગ થાય છે. (૧૨) વૈકિયમિશ્ર કાયયોગ :- વૈક્રિય અને કાર્મણ, વૈક્રિય અને ઔદારિક, આ બે શરીર દ્વારા થતા વીર્યશક્તિના પ્રયોગને વૈક્રિયમિશ્ર કાયયોગ કહે છે. વૈક્રિય અને કાર્પણ સંબંધી વૈક્રિયમિશ્ર કાયયોગ દેવો તથા નારકોને જન્મના સમયથી શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી રહે છે અને વૈક્રિય અને ઔદારિક આ શરીર દ્વારા થતો વૈક્રિયમિશ્ર કાયયોગ, મનુષ્યો અને તિર્યંચો જ્યારે લબ્ધિજન્ય વૈક્રિય શરીર બનાવે ત્યારે હોય છે. (૧૩) આહારક કાયયોગ :- આહારક શરીરની સહાયતાથી થતાં વીર્યશક્તિના પ્રયોગને આહારક કાયયોગ કહે છે. તે ઋદ્ધિ પ્રાપ્ત પ્રમત્ત સંયતને હોય છે. આહારક લબ્ધિપ્રયોગનો પ્રારંભ પ્રમત્તાવસ્થામાં જ થાય છે પરંતુ આહારક શરીર બની જાય પછી કદાચિત્ થોડીક ક્ષણો અપ્રમત્ત અવસ્થા પણ આવી શકે છે. (૧૪) આહારક મિશ્ર કાયયોગ :- આહારક અને ઔદારિક આ શરીરો દ્વારા થતા વીર્યશક્તિના પ્રયોગને આહારક મિશ્ર કાયયોગ કહે છે. ચૌદપૂર્વધર મુનિ આહારક શરીર બનાવવાનો પ્રારંભ કરે ત્યારે તેને આહારક મિશ્ર કાયયોગ હોય છે અને આહારક શરીરનો ત્યાગ કરે ત્યારે તેને ઔદારિક મિશ્ર કાયયોગ હોય છે. (૧૫) કામણ કાયયોગ :- કેવળ કાર્પણ શરીરની સહાયતાથી થતાં વીર્યશક્તિના પ્રયોગને કાર્પણ કાયયોગ કહે છે. તે યોગ વિગ્રહ ગતિમાં અનાહારક અવસ્થામાં સર્વ જીવને હોય છે. કેવલી સમુદ્યાતના ત્રીજા, ચોથા અને પાંચમા સમયે અનાહારક અવસ્થામાં કેવલી ભગવાનને હોય છે.
કાર્પણ કાયયોગની જેમ તૈજસ કાયયોગને પૃથક સ્વીકાર્યો નથી કારણકે તૈજસ અને કાર્પણ બંને શરીર હંમેશાં સાથે જ હોય છે. બંનેનો વીર્ય શક્તિનો વ્યાપાર પણ સાથે જ થાય છે, તેથી કાર્પણ કાયયોગમાં તૈજસ કાયયોગનો સમાવેશ થઈ જાય છે.
પૂર્વોક્ત મન, વચન અને કાયાના યોગથી પરિણત પુદ્ગલ દ્રવ્યને ક્રમશઃ મનપ્રયોગ પરિણત પુદ્ગલ, વચન પ્રયોગ પરિણત પુદ્ગલ અને કાય પ્રયોગ પરિણત પુદ્ગલ કહે છે. આરંભ-સરંભ અને સમારંભનું સ્વરૂપ:- (૧) જીવને પ્રાણ રહિત કરવા તે આરંભ છે. (૨) કોઈ પણ જીવને મારવા માટે માનસિક સંકલ્પ કરવો તે સરંભ છે. (૩) જીવોને પરિતાપ પહોંચાડવો તે સમારંભ કહેવાય છે. તે ત્રણેના વિરોધી અનારંભાદિ સમજી લેવા જોઈએ. આરંભ સત્યમનપ્રયોગ આદિનો અર્થ - આરંભ વિષયક મનનો વ્યાપાર તે આરંભ મનોપ્રયોગ છે અને આ પ્રકારના મનોયોગથી પરિણત થયેલું પુગલ દ્રવ્ય આરંભ મનોપ્રયોગ પરિણત કહેવાય છે. તે રીતે સરંભ, સમારંભ આદિ શબ્દ જોડીને તદુનુસાર અર્થ કરવા જોઈએ. ઔદારિક, ઔદારિક મિશ્ર કાચ પ્રયોગના ભેદો:४८ जइ भंते ! ओरालियसरीरकायपओगपरिणए किं एगिदिय ओरालियसरीर