________________
શતક–૮ : ઉદ્દેશક-૧
૩૩
પ્રયોગ :– મન-વચન-કાયાના વ્યાપારને યોગ કહે છે તેમજ વીયાંતરાય કર્મના ક્ષય કે શોપશમથી મનોવર્ગણા, વચનવર્ગણા અને કાયવર્ગણાના પુદ્ગલોનું આલંબન લઈને આત્મપ્રદેશોમાં થતા પરિસ્પંદન (કંપન)ને યોગ કહે છે. તે યોગને જ અહીં પ્રયોગ કર્યો છે. તેના કુલ પંદર ભેદ આ પ્રમાણે છે– મનપ્રયોગના ૪ ભેદ- સત્ય મનપ્રયોગ, અસત્ય મનપ્રયોગ, સત્યમુધા મિશ્ર મનપ્રયોગ, અસત્યામૃષા (વ્યવહાર) મનપ્રયોગ.
વચનપ્રયોગના ૪ ભેદ– સત્ય વચનપ્રયોગ, અસત્ય વચનપ્રયોગ, મિશ્ર વચનપ્રયોગ, વ્યવહાર વચનપ્રયોગ. કાયપ્રયોગના ૭ ભેદ– ઔદારિક કાયપ્રયોગ, ઔદારિક મિશ્ર કાયપ્રયોગ, વૈક્રિય કાયપ્રયોગ, વૈક્રિય મિશ્ર કાયપ્રયોગ, આહારક કાયપ્રયોગ, આહારક મિશ્ર કાયપ્રયોગ, કાર્મણ કાયપ્રયોગ. આ રીતે કુલ ૪+૪+૭ = ૧૫ ભેદ થાય છે. પંદર યોગોનું સ્વરૂપ ક્રમશઃ આ પ્રમાણે છે—
(૧) સત્ય મનોયોગ :– પ્રાણીમાત્રને માટે હિતકારી વિચારણા, મોક્ષ તરફ લઈ જનારી વિચારણા અને સત્પદાર્થોની અનેકાંતરૂપ યથાર્થ વિચારણા, તે સત્ય મનોયોગ છે.
(૨) અસત્ય મનોયોગ :- સત્યથી વિપરીત અર્થાત્ સંસાર તરફ લઈ જનારી; પ્રાણીઓને માટે અહિતકારી વિચારણા અને જીવાદિ તત્ત્વો સંબંધી એકાંત મિથ્યા વિચારણા, તે અસત્ય મનોયોગ છે.
(૩) મિશ્ર મનોયોગ :– વ્યવહારથી સત્ય હોવા છતાં પણ જે વિચાર નિશ્ચયથી પૂર્ણ સત્ય ન હોય; અર્થાત્ સત્ય અને અસત્યથી મિશ્રિત વિચારણા, તે મિશ્ર મનોયોગ છે.
(૪) વ્યવહાર મનોયોગ :- જે વિચાર સત્ય પણ ન હોય અને અસત્ય પણ ન હોય, જેનો માત્ર વ્યવહારમાં ઉપયોગ થતો હોય, તેવી વિચારણા વ્યવહાર મનોયોગ છે.
(૫) સત્ય વચનયોગ (૬) અસત્ય વચનયોગ (૭) મિશ્ર વચનયોગ (૮) વ્યવહાર વચનયોગ :– તેનું સ્વરૂપ મનોયોગની સમાન સમજવું જોઈએ. મનોયોગમાં કેવલ વિચાર માત્રનું ગ્રહણ છે અને વચનયોગમાં વાણીનું ગ્રહણ છે. વાણી દ્વારા ભાવોને પ્રગટ કરવા તે વચનયોગ છે.
(૯) ઔદારિક કાયયોગ ઃ– કાયનો અર્થ છે સમૂહ, ઔદારિક શરીર, ઔદારિક શરીર યોગ્ય પુદ્ગલ સ્કંધોના સમૂહરૂપ હોવાથી ‘ઔદારિકકાય’ કહેવાય છે, તેનાથી થતો વ્યાપાર તે ઔદારિક કાયયોગ છે. આ યોગ મનુષ્ય અને તિર્યંચોમાં હોય છે.
(૧૦) ઔદારિક મિશ્ર કાયયોગ :- ઔદારિક અને કાર્યણ, ઔદારિક અને વૈક્રિય, ઔદારિક અને આહારક, આ બે-બે શરીર દ્વારા થતા વીર્યશક્તિના પ્રયોગને ઔદારિક મિશ્ર કાયયોગ કર્યો છે. તે યોગ જન્મના પ્રથમ સમયથી શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી સર્વ ઔદારિકશરીરધારી જીવોને હોય છે. લબ્ધિધારી મનુષ્યો અને તિર્યંચો જ્યારે વૈક્રિયશરીરનો ત્યાગ કરે અને લબ્ધિધારી મુનિ જ્યારે આહારક શરીરનો ત્યાગ કરે ત્યારે ઔદારિક મિશ્ર કાયયોગ હોય છે. કેવલી ભગવાન જ્યારે કેવલી સમુદ્ઘાત કરે ત્યારે બીજા, છઠ્ઠા અને સાતમા સમયે ઔદારિક મિશ્ર કાયયોગનો પ્રયોગ હોય છે.