________________
૩ર |
શ્રી ભગવતી સૂત્ર-૩
ઉત્તર- હે ગૌતમ ! જેમ સત્ય મનપ્રયોગ પરિણતના વિષયમાં કહ્યું, તે મનપ્રયોગ પરિણતના વિષયમાં અને તે જ રીતે સત્યમૃષા મનપ્રયોગ પરિણત તથા અસત્યામૃષા મનપ્રયોગ પરિણતના વિષયમાં પણ સંપૂર્ણ કથન કરવું.
४६ जइ भंते ! वइ-प्पओगपरिणए कि सच्चवइ-प्पओगपरिणए, मोसवइ-प्पओग-परिणए, पुच्छा ?
गोयमा ! जहा मण-प्पओगपरिणए तहा वइ-प्पओगपरिणए वि जाव असमारंभ- वइ-प्पओगपरिणए वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જો એક દ્રવ્ય વચન પ્રયોગ પરિણત હોય છે, તો તે શું સત્ય વચન પ્રયોગ પરિણત હોય કે અસત્ય વચન પ્રયોગ પરિણત હોય કે સત્ય મૃષા(મિશ્ર) વચન પ્રયોગ પરિણત હોય કે અસત્યામૃષા (વ્યવહાર) વચન પ્રયોગ પરિણત હોય છે?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે મનપ્રયોગ પરિણત યુગલના વિષયમાં કહ્યું, તે જ રીતે વચન પ્રયોગ પરિણત પુદ્ગલના વિષયમાં પણ સંપૂર્ણ કથન કરવું યાવતું તે અસમારંભ વચન પ્રયોગ પરિણત પણ હોય છે. |४७ जइ भंते ! कायप्पओगपरिणए किं ओरालियसरीरकायप्पओगपरिणए;
ओरालिय-मीसासरीस्कायप्पओगपरिणए वेउव्वियसरीस्कायप्पओगपरिणए वेउव्विय-मीसासरी-काय-प्पओगपरिणए; आहारग-सरीस्काय-प्पओगपरिणए, आहारगमीसासरीस्कायप्पओगपरिणए, कम्मासरीस्कायप्पओगपरिणए ?
गोयमा ! ओरालियसरीस्कायप्पओगपरिणए वा जाव कम्मगसरीस्काय प्पओगपरिणए? ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! એક દ્રવ્ય જો કાયપ્રયોગ પરિણત હોય તો તે શું ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય કે ઔદારિકમિશ્ર શરીર કાયપ્રયોગ પરિણત હોય કે વૈક્રિય શરીર કાયપ્રયોગ પરિણત હોય કે વૈક્રિય મિશ્ર શરીર કાયપ્રયોગ પરિણત હોય કે આહારક શરીર કાયપ્રયોગ પરિણત હોય કે આહારક મિશ્ર શરીર કાયપ્રયોગ પરિણત હોય અથવા કાર્મણશરીર કાયપ્રયોગ પરિણત હોય?
ઉત્તર- હે ગૌતમ ! તે એક દ્રવ્ય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય છે અથવા યાવત કાર્પણ શરીર કાયપ્રયોગ પરિણત હોય છે. વિવેચન:
પ્રસ્તુત સૂત્રોમાં મન, વચન અને કાયાના પંદર ભેદોના માધ્યમથી એક દ્રવ્યના પ્રયોગ પરિણામનું સ્વરૂપ સમજાવ્યું છે.