________________
શત-૫
.
શતક-૫ | પરિચય
જે
જે
* આ શતકમાં દશ ઉદ્દેશક છે. જેમાં અનેક વિષયોનું સંકલન છે. * ઉદ્દેશક-૧ - વિવિધ દિશાઓમાં સૂર્યનો ઉદય, અસ્ત, દિવસ અને રાત્રિનું કાલમાન, જંબૂદ્વીપ આદિમાં વર્ષાઋતુથી લઈને ઉત્સર્પિણી–અવસર્પિણી સુધીના કાલના પ્રારંભનું નિરૂપણ છે. * ઉદેશક–૨ - વિવિધ દષ્ટિકોણથી ચાર પ્રકારના વાયુ, ચોખા, અંગાર આદિની પૂર્વ–પશ્ચાદવસ્થા; લવણ સમુદ્રની પહોળાઈ, ઊંડાઈ, સંસ્થાનાદિનો સંક્ષિપ્ત ઉલ્લેખ છે. * ઉદેશક–૩:- એક જીવ દ્વારા એક સમયમાં બે આયુષ્યવેદનની અન્યતીર્થિકોની માન્યતાનું નિરાકરણ, એક જીવમાં એક સમયમાં એક જ આયુષ્ય વેદનની સ્વમાન્યતાનું નિરૂપણ, ચોવીસ દંડક અને ચતુર્વિધ યોનિની અપેક્ષાએ આયુષ્ય સંબંધી વિચારણા છે.
* ઉદેશક-૪ :- છવસ્થ અને કેવળીની શબ્દશ્રવણશક્તિ; છત્વસ્થ અને કેવળીમાં હાસ્ય, ઔસુક્ય, નિદ્રા, પ્રચલા આદિનું અસ્તિત્વ નાસ્તિત્વ; હરિર્ઝેગમેષી દેવ દ્વારા ગર્ભાપહરણ; અતિમુક્તક કુમારની બાલચેષ્ટા અને ભગવદ્ પ્રદત્ત સમાધાન, દેવના મનોગત પ્રશ્ન અને પ્રભુએ કરેલું મનોમન સમાધાન, દેવભાષા, અનુત્તરૌપપાતિક દેવનું અસીમ મનોસામર્થ્ય; ચૌદપૂર્વધારીનું લબ્ધિ સામર્થ્ય આદિ વિવિધ વિષયોનું વર્ણન છે. * ઉદ્દેશક–પ – સર્વ પ્રાણીઓની એવંભૂત અને અનેવંભૂત વેદના, જંબુદ્વીપમાં કુલકર, તીર્થકરાદિ શ્લાઘનીય પુરુષોનો નામોલ્લેખ છે. * ઉદ્દેશક-૬ – અલ્પાયુ અને દીઘાર્થના કારણભૂત કર્મબંધના કારણો; વિવિધ પ્રસંગોમાં ક્રેતા, વિક્રેતા, ધનુર્ધારી, ધનુષ સંબંધિત જીવ આદિને લાગતી ક્રિયા; અગ્નિકાયના જીવો ક્યારે મહાકર્મા અને ક્યારે અલ્પકર્મા છે? નૈરયિકોની વિફર્વણા; આધાકર્મી આહારનું ફળ અને આચાર્ય–ઉપાધ્યાયની ગતિનો નિર્દેશ છે.
* ઉદેશક-૭ - પરમાણ અને સ્કંધોનું કંપન, અવગાહન, પ્રવેશ; પરમાણુ અને સ્કંધોમાં સાર્ધ આદિ; પરમાણુ અને સ્કંધોનો પરસ્પર સ્પર્શ; દ્રવ્યાદિત પુદ્ગલોની કાલાપેક્ષયા સ્થિતિ, અંતર અને અલ્પબહુત્વ; ૨૪ દંડકના જીવોમાં આરંભ અને પરિગ્રહ; પંચહેતુ અહેતુનું નિરૂપણ છે. * ઉદેશક-૮-પગલોમાં દ્રવ્યાદિની અપેક્ષાએ સપ્રદેશતા–અપ્રદેશતા વિષયક નિર્ચથીપુત્ર અણગાર