________________
મારી અલ્પબુદ્ધિ સામર્થ્ય અને મંદ ક્ષયોપશમે શ્રી ભગવતી સૂત્રના ગંભીર ભાવોના રહસ્યોને હું સમજી ન શકી હોઉં અને શ્રુતલેખનમાં ભગવદ્વાણીની કોઈ પણ પ્રકારે આશાતના થઈ હોય તો પંચ પરમેષ્ઠી ભગવંતોની સાક્ષીએ મિચ્છામિ દુક્કડ...
અંતે......
ગણિપટિકનું ગૌરવ છે તું મા ભગવતી, સુધર્માનું સંકલન સૂત્ર છે તું મા ભગવતી, ગૌતમનો જિજ્ઞાસા સોત છે તું મા ભગવતી, ભવ્યજનોનો અંતસ્તોષ છે તું મા ભગવતી, અહર્નિશ વંદન હો તુજને મા ભગવતી, મુજ અંત સ્રોત પ્રવાહિત કરજે મા ભગવતી, મુજ સંયમ ધનનું રક્ષણ કરજે મા ભગવતી, ભગવદ્ ભાવોને પ્રગટાવજે તું મા ભગવતી...
પૂ. મુક્ત-લીલમગુરુણીના સુશિષ્યા
સાધ્વી આરતી.
53