________________
થયું. પારદ એવા આપે ભાવિના ભાવને જાણીને જ કદાચ આ પ્રકારનું આયોજન કર્યું હોય તેમ વર્તમાને પ્રતીત થાય છે. આ વિશાળકાય ગ્રંથનું આલેખન તે મારી બુદ્ધિ અને શક્તિની બહારની વાત છે, તેમ છતાં તે કાર્ય સહજ, સરળ, સરસ રીતે નિર્વિને પૂર્ણ થયું છે, તે આપની જ કૃપાનું અનન્ય પરિણામ છે.
મારી જીવનનૈયાના સુકાની, ઉપકારી પૂ. ગુસ્સીદેવા પૂજ્યવરા પૂ. મુક્તાબાઈ મ. તથા ભાવયોગિની પૂ. લીલમબાઈ મ., આ મહાકાર્યના ઉભવિકા અમારા વડીલ ગુરુભગિની પૂ. ઉષાબાઈ મ., તેમજ મમ સંયમી જીવનના સહયોગિની ગુરુભગિની પૂ. વિરમતિબાઈ મ. પ્રતિ કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરું છું.
અમ આયોજનના પાયાના પથ્થર સમ, આગમ ભેખધારી પૂ. ત્રિલોકમુનિ મ.સા. પોતાની તીક્ષ્ણ પ્રજ્ઞાથી આ આગમનું સંશોધન કર્યું છે.
જેણે આગમ વાંચનને જ પોતાનું જીવન બનાવ્યું છે તેવા ગુરુણીમૈયા પૂ. લીલમબાઈ મ. મારા લેખનનું શુદ્ધિકરણ કરી મુખ્ય સંપાદક બન્યા છે. યુવાસંત પૂ. નમ્રમુનિ મ.સા. એ તેમાં આવશ્યક સૂચનો કર્યા છે. મમ સહચારિણી સાથ્વી સુબોધિકાએ પોતાની આગવી સુઝ–બુઝથી સહ સંપાદનની ફરજ અદા કરી છે. આમ ગુરુકુલવાસી પૂ. બિંદુબાઈ મ. પૂ. પ્રબોધિકાબાઈ મ. આદિ સર્વ સતીજીઓ મારી સફળતાના સહયોગી છે.
પૂ. ગુરુપ્રાણ ફાઉન્ડેશનના પ્રમુખ અને સક્રિય કાર્યકર્તા શ્રીયુત ચંદ્રકાંતભાઈ શેઠ વગેરે આ વિરાટ કાર્યને વેગવતું બનાવવા પુરુષાર્થ કરી શ્રુતસેવાનો અનોખો લાભ લઈ રહ્યા છે. ભાઈશ્રી નહેલે આગમને મુદ્રિત કરીને, સ્વાધ્યાય પ્રેમી શ્રી મુકુંદભાઈએ પ્રફ સંશોધન કરીને તથા ધીરૂભાઈએ સહકાર આપીને જિનવાણીને વધાવી છે.
શ્રીમતિ જાસુદબેન સુરજમલભાઈ મહેતાએ આ આગમના શ્રુતાધાર બનીને જિનવાણી પ્રત્યેની શ્રદ્ધા પ્રગટ કરી છે.
આગમજ્ઞાન પ્રદાતા પૂજ્યવરોનો છે અનત ઉપકાર, ભગવદ્ ભાવો પ્રગટાવવા જિનવાણીનો કરું છું સત્કાર. વિશ્વમાં ગુરુ પ્રાણનો વર્તી રહ્યો છે સદા જય જયકાર સહભાગી બન્યા મુજ કાર્યમાં સહુનો કરું છું ત્રણ સ્વીકાર...
52