________________
પરભવમાં જાય છે. તેમાં ઈશ્વર પ્રેરણા વગેરે કોઈ પણ અન્ય કારણો અંશ માત્ર પણ નિમિત્ત બનતા નથી. જીવ પોતાના સ્વતંત્ર પુરુષાર્થથી જ આ ભવના કૃત્યો અનુસાર જ પરભવનું આયુષ્ય બાંધે છે.
જીવ પરભવનું આયુષ્ય ક્યારે બાંધે? આયુબંધ સાથે અન્ય કઈ કર્મ પ્રકૃતિઓને બાંધે તે બધી કર્મપ્રકૃતિઓ ક્યારે અને કેવી રીતે ઉદયમાં આવે? વગેરે વિષયોનું ક્રમબદ્ધ વર્ણન કર્મ સિદ્ધાંતની સચોટતાને સિદ્ધ કરીને સાધકને સાવધાન કરે છે.
સંક્ષેપમાં ભગવતી સૂત્ર-ર મુમુક્ષુઓને જડ જગતનું દર્શન કરાવી, તેનાથી ચૈતન્ય શક્તિની વિશેષતાને પ્રદર્શિત કરી, તેની અનુભૂતિ માટે સપુરુષાર્થની પ્રેરણા આપે છે.
પ્રસ્તુત સંસ્કરણ :
ભગવતી સૂત્રના અનેક સંસ્કરણ ઉપલબ્ધ હોવા છતાં ગુજરાતી ભાષીઓને લક્ષમાં લઈને ન અતિ વિસ્તૃત, ન અતિ સંક્ષિપ્ત, તેવા વિવેચન સહ પ્રસ્તુત સંસ્કરણ તૈયાર થયું છે. જેમાં મૂળપાઠ, કઠિન શબ્દાર્થ, ભાવાર્થ, વિષયાનુસાર શીર્ષકો, વિષયાનુસાર વિવેચન આપ્યું છે. વિષયબોધની સુગમતા, કઠિન વિષયોની સરળતા અને સ્પષ્ટતા માટે આવશ્યક્તાનુસાર ચાર્ટ તૈયાર કર્યા છે. જે સ્વાધ્યાયીઓ માટે અત્યંત ઉપયોગી છે. કથાનકોના પ્રારંભમાં તે કથાનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. જેથી વાચકો કથાના સારભાગને શીધ્ર પ્રાપ્ત કરી શકે છે.
આ રીતે અનેક પ્રકારે આ વિશાળકાય સૂત્રરાજના વિષયને મારા ક્ષયોપશમ અનુસાર સરળ અને સ્પષ્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જે જનજનના તત્ત્વબોધનું કારણ અને આચાર વિશુદ્ધિનું પ્રેરક બની શકશે તે નિર્વિવાદ છે.
શ્રી ભગવતીસૂત્રની વિશાળતાને લક્ષમાં લઈને તેનું પાંચ ભાગમાં વિભાજન કર્યું છે. જેમાં ભાગ-૧માં શતક ૧ થી ૪, ભાગ-૨ માં શતક ૫ થી ૭, ભાગ-૩માં શતક-૮ થી ૧૨, ભાગ-૪માં શતક–૧૩ થી ૨૩, ભાગ–પમાં શતક–૨૪ થી ૪૧નો સમાવેશ કર્યો છે.
શ્રુત પરંપરાને અક્ષણ બનાવવાના પૂર્વાચાર્યોના પ્રકૃષ્ટ પ્રત્યનોમાં પ્રસ્તુત
-
50