________________
અનુવાદિકાની કલમે
- ડો. સાધ્વી શ્રી આરતીબાઈ મ.
શ્રી ભગવતી સૂત્ર ભા.-રમાં શતક-૫ થી ૭ નો સમાવેશ કર્યો છે. તેમાં જીવજગતની સ્વાભાવિક અને વૈભાવિક વિવિધ શક્તિ, સ્થિતિ તેમજ જડ જગતમાં મુખ્યતયા પુદ્ગલ દ્રવ્યનું વિસ્તૃત વિવેચન છે.
આ શતકોમાં કથાનુયોગનું સ્થાન નહીંવત્ છે. સૂત્રકારે ઐવંતાકુમાર શ્રમણના જીવનનો પ્રસંગ સંક્ષિપ્ત રીતે રજૂ કરી સાધકોને દોષ દર્શનથી દૂર રહેવાનો સંકેત કર્યો છે, રથમૂસલ અને મહાશિલાકંટક સંગ્રામનું વિસ્તૃત અને રોમાંચક વર્ણન ગૃહસ્થોને ધર્મશ્રદ્ધા સાથે ન્યાય સંપન્નતાનો સંદેશ આપે છે.
તમસ્કાય, કૃષ્ણરાજિ જેવા અગમ્ય વિષયોનું વર્ણન આ શતકોની મૌલિકતા છે. ગાઢ ધુમ્મસરૂપે પાણીના સૂક્ષ્મ જીવોનું મધ્યલોકના સમુદ્રમાંની ઉપર ઉદ્ગલોકના પાંચમા દેવલોક સુધી અર્થાત્ અસંખ્યાત યોજન સુધી હંમેશાં એક જ સ્થાને એક જ આકારે સ્થિત રહેવું, પાણીના જીવોની અત્યંત સઘનતાથી તીવ્રતમ અંધકારનું છવાઈ જવું, દેવોને માટે દુર્ગમ્ય બની જવું. ખરેખર ! તે વિષયનું તલસ્પર્શી વર્ણન બુદ્ધિગમ્ય કે ઈન્દ્રિયગમ્ય નથી.
લોકના શાશ્વત સ્થાનોનું આ પ્રકારનું વિશદ્ વર્ણન જૈન આગમ ગ્રંથોની સૂક્ષ્મતા, ગહનતા અને ગંભીરતાને પ્રગટ કરે છે.
સૂર્યોદય, સૂર્યાસ્ત, દિવસના કાલમાનની પ્રતિદિન થતી વધઘટ, તેનું ચોક્કસ માપ, તેના કારણો વગેરે વિષયોનું ક્રમબદ્ધ વર્ણન આજના ખગોળશાસ્ત્રીઓ માટે માર્ગદર્શક છે.
આયુષ્યબંધ, આયુષ્ય સાથે નિધત્ત અને નિકાચિત્ત થતો અન્ય પ્રકૃતિબંધ, દીર્ધાયુષ્ય અને અલ્પાયુબંધના કારણો વગેરે અનેક વિષયો કર્મ સિદ્ધાંતની સચોટતાને સિદ્ધ કરીને સાધકને સાવધાન કરે છે. જૈન દર્શનાનુસાર જીવ પોતાના કર્માનુસાર
A N
49