________________
પુલકિત હૈયે ભાવો વ્યક્ત કરી. પ્રયોગને વર્તનમાં મુકવા લાગ્યા. એક સમય એવો આવ્યો કે સમ્યગુદર્શનનો સૂર્ય વૈરાગ્યરૂપ વાયરાથી દર્શન મોહકર્મની ગ્રંથિકા તોડી. ત્યારે અનાદિના આત્મપ્રદેશ ઉપર જામેલા અનંતાનુબંધી કષાયોનાચિત્કાર રૂપ શબ્દનું, છ= આવરણનું આયુષ્ય તોડી, એવંભૂત અનેવંભૂત વેદના વેદી મિથ્યાત્વના પુદ્ગલોને કપાવી, નિગ્રંથી પુત્ર બનવા રૂપ વિજય પામી, દર્શનમોહરૂપી રાજગૃહ છોડાવ્યું અને આંશિક ચંદ્ર સમી શીતલતા અનુભવી.
| વિષયાનંદકુમાર અને કષાયાનંદ કુમાર, બંને કુમારો નવી વેદના ભોગવવી ન પડે માટે સાત્વિક આહાર કરી. મહાઆશ્રવના દ્વાર રોકવાની કોશિશ કરવા લાગ્યા. સપ્રદેશ રૂપ કર્મ નમસ્કાય(અંધકાર)રૂપ પરિણત ન થાય તેવો ભવિક પુરુષાર્થ કરવા લાગ્યા. શાલી આદિ ધાન્યમાં, પૃથ્વીકાયાદિમાં ઉત્પન્ન થવાનું કર્મ ન બંધાઈ જાય તથા જૈનદર્શનમાં શંકા કંખા કરી અન્યતીર્થિક ન થઈ જવાય તેની કાળજીપૂર્વક સાવધાની રાખતાં સમ્યક દર્શનરૂપ સૂર્યના પ્રકાશમાં પ્રગતિ કરવા લાગ્યા.
વિકૃતિ ન આવે તેવો આહાર, વિરતિ ગ્રહણ કરવાની તાલાવેલી, સ્થાવર જીવોની દયા, સંયમની પાંખ મળે તો પક્ષી બની ઊડી જઈએ તેવી તમન્ના, અનેક ભવોના આયુષ્ય બંધ તોડી અણગારપણુ પ્રાપ્ત કરવા જાગૃત બની ગયા. છઘસ્થપણ કેમ જાય, અસંવૃતપણુ કેમ છૂટી જાય, અન્યતીર્થિક ભાવોના અધ્યવસાય ક્યારેય ન થાય તેમ શુદ્ધ દ્રવ્યને જાણી શુદ્ધ બની જઈએ; તેવા ભાવ હિંડોળે ઝૂલવા લાગ્યા. આ રીતે બંને આનંદ મગ્નકુમારો સમ્યગુદષ્ટિ બની ગયા. હવે દેશવિરતિ સન્મુખ થશે તેની વાત વ્હાલા પ્રિય પાઠકો ! આપણે અવસરે કરશું.
આભાર : સાધુવાદ : ધન્યવાદ :
પ્રસ્તુત આગમ ભગવતી સૂત્રના આ બીજા ભાગના અનુવાદિકા તથા સહસંપાદિકા અમારા સુશિષ્યા ડો. સાધ્વી આરતીબાઈ મ. છે. જેમણે અનુવાદ સ્વાધ્યાય કરવાનો જે પુરુષાર્થ ઉપાડ્યો તે ઘણો ઘણો પ્રશંસનીય છે. હું તેમની કદર કરું છું, ધન્યવાદ આપી ભૂરી ભૂરી પ્રશંસા કરું છું અને શુભ કામના કરતાં કહું છું કે તમે આગમનું ઊંડું અવલોકન કરી, અરિહંત બની જવા નિબંધ સંયમ યાત્રાનું નિર્વહન કરતા રહો. એ જ મંગલ ભાવના.
45