________________
સુધી જીવાત્મા સમાન હોવા છતાં કુંથુવામાં ઉત્પન્ન થાય ત્યારે નાનું બની રહેવાનું, હાથીમાં ઉત્પન્ન થાય ત્યારે મોટું બનીને રહેવાનું, પાપમય ક્રિયા કરીએ ત્યારે નારકી થઈને ભોગવવાનું, પુણ્યમય ક્રિયા કરીએ ત્યારે દેવ થઈને ભોગવવાનું, પુણ્ય પાપમય ક્રિયામાં દુઃખ સુખ મિશ્રિત થઈને તિર્યંચ કે મનુષ્યમાં જઈને ભોગવવાનું હોય છે. તેમાં આહારાદિ સંજ્ઞા ઉત્પન્ન થયા કરે છે. પરતંત્રપણે દસ પ્રકારની વેદના ભોગવવી પડે છે, ઈત્યાદિ વિસ્તાર આ ઉદ્દેશકમાં આપણે જોઈશું. પ્રયોગ–૨૯:- કુમારો ! સંસારનો ત્યાગ કર્યા બાદ અણગારોને અનેક લબ્ધિઓ ઉત્પન્ન થાય છે. લબ્ધિને જ્યારે જીરવી શકતા નથી ત્યારે તે તેનો પ્રયોગ કરે છે, તેને અસંવૃત પ્રમત્ત અણગાર કહેવાય. તેની પ્રયોગ કરવાની શક્તિ કેવી હોય તે આ ઉદ્દેશકમાં દર્શાવી છે. આ બધી શક્તિઓ કેમ ખુલે, કેમ બંધ થાય, તેનું વિજ્ઞાન અહંજિન ભગવાન સંપૂર્ણપણે જાણે છે, દેખે છે. પ્રભુ મહાવીર અહં જ્યારે વિચરતા હતાં ત્યારે જ એક પ્રસંગ રાજા શ્રેણિક અને કોણિક વિષયક બની ગયો છે. ભૌતિક સામગ્રીની આસક્તિ માનવને કેવું કેવું પાપ બંધાવે છે? તીવ્ર કષાય કેવા વેગ પકડી, રથમૂસળ, મહાશિલાકંટક યુદ્ધ કરાવે છે? તેની સંપૂર્ણ વિગત આ ઉદ્દેશકમાં છે. ભોગને ભોગવતા વિવેકી આત્મા યુદ્ધ કરતાં યુદ્ધભૂમિમાંથી બહાર નીકળી આલોચના કરી, અનશન કરે તો તેની સદ્ગતિ થાય છે. આલોચના ન કરે તો તિર્યંચ-નરકગતિમાં ઉત્પન્ન થાય છે; તેનું આબેહૂબ વર્ણન આ ઉદ્દેશકમાં કોણિકના ચરિત્ર દ્વારા વર્ણવીશ; તેથી તમારી જિજ્ઞાસાવૃત્તિ વૈરાગ્યવંતી બની રહે.
પ્રયોગ–૩૦:- પ્યારા કુમારો ! ભાગ્ય ખુલે અને પુણ્યનો ઉદય જાગે, ત્યારે તાપસ સંન્યાસીને પણ આપણા પરમ પિતા તીર્થંકર પરમાત્મા પાસે આવવાનું મન થાય છે. તેવા અનેક તાપસોમાં એક કાલોદાયી નામના તાપસ ખૂબ હળુકર્મી હતા. તે પ્રભુ પાસે આવે છે. છ દ્રવ્ય વિષયક પંચાસ્તિકાયના પ્રશ્નો કરે છે, સમાધાન પામી દીક્ષા અંગીકાર કરી, ખુબ ઊંડાણપૂર્વક તત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત કરી, પણ્ય-પાપનો વિપાક કેવો થાય અને કેવી રીતે પરિણમે તે જાણી પ્રભુ ચરણોમાં રહી પ્રયોગ કરતાં સંપૂર્ણ કર્મક્ષય કરી મોક્ષ પામી જાય છે. આ રીતે ત્રીસ પ્રયોગનો સંકેત તમને મેં કર્યો. હવે આપણે તેમને ખોલીને વાંચશું તેથી તેમાં તમે પ્રવીણ બની જશો.
આ ત્રીસ પ્રયોગ કુમારોએ સાંભળ્યા, અવધાર્યા, માતા સાંતતા દેવી પાસે
44