________________
૪૧૮ |
શ્રી ભગવતી સૂત્ર-૨
होत्था, कालोदाई यतं देसं हवं आगए।
___ कालोदाइ ! त्ति समणे भगवं महावीरे कालोदाई एवं वयासी- से णूणं ते कालोदाई ! अण्णया कयाइ एगयओ सहियाणं समुवागयाणं सण्णिविट्ठाणं तहेव जाव से कहमेयं मण्णे एवं? से णूणं कालोदाई ! अढे समढे ? हंता, अत्थि ।
__ तंसच्चेणंएसमढेकालोदाई !अहंपंचत्थिकायंपण्णवेमि,तंजहा-धम्मत्थिकायं जाव पोग्गलत्थिकायं । तत्थ णं अहं चत्तारि अत्थिकाए अजीवकाए पण्णवेमि, तहेव जाव एगं च णं अहं पोग्गलत्थिकायं रूविकायं अजीवकायं पण्णवेमि। ભાવાર્થ – તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર મોટા જનસમૂહને ધર્મોપદેશ આપવામાં પ્રવૃત્ત હતા. તે સમયે કાલોદાયી તે સ્થળે આવી પહોંચ્યા.
હે કાલોદાયી ! આ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે કાલોદાયીને આ પ્રમાણે પૂછ્યું– કાલોદાયી ! કોઈ સમયે, એક સ્થાને સાથે મળેલા અને એક સાથે આનંદપૂર્વક બેઠેલા તમે પંચાસ્તિકાયના સંબંધમાં આ પ્રમાણે વિચાર કર્યો હતો યાવત જ્ઞાતપુત્ર શ્રમણનો પંચાસ્તિકાય વિષયક આ વિચાર કેવી રીતે માની શકાય? હે કાલોદાયી ! શું આ વાત યથાર્થ છે?
[કાલોદાયી–] હા, તે વાત યથાર્થ છે.
[ભગવાન-] હે કાલોદાયી ! પંચાસ્તિકાય સંબંધી આ વાત સત્ય છે. હું ધર્માસ્તિકાયથી પુદ્ગલાસ્તિકાય પર્યત પાંચ અસ્તિકાયની પ્રરૂપણા કરું છું. તેમાંથી ચાર અસ્તિકાયને હું અજીવકાય કહું છું યાવત્ પૂર્વ કથન અનુસાર એક પુલાસ્તિકાયને હું રૂપીકાય અજીવકાય કહું છું.
६ तए णं से कालोदाई समणं भगवं महावीरं एवं वयासी- एयंसि णं भंते ! धम्मत्थिकार्यसि अधम्मत्थिकार्यसि आगासत्थिकार्यसि अरूविकायसि अजीवकार्यसि चक्किया केई आसइत्तए वा सइत्तए वा चिट्ठइत्तए वा णिसीइत्तए वा तुयट्टित्तए वा?
णो इणटे समटे । कालोदाई ! एगंसि णं पोग्गलत्थिकार्यसि रूविकार्यसि अजीवकायसि चक्किया केई आसइत्तए वा सइत्तए वा जाव तुयट्टित्तए वा । ભાવાર્થ - પ્રશ્ન- ત્યારે કાલોદાયીએ શ્રમણ ભગવનું મહાવીરને આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! શું ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, આ અરૂપી અજીવકાર્યો પર કોઈ રહેવાની, સૂવાની, ઊભા રહેવાની, નીચે બેસવાની, પડખું ફેરવવાની આદિ ક્રિયાઓ કોઈ કરી શકે છે?
ઉત્તર- હે કાલોદાયી ! તેમ કોઈ કરી શકતા નથી અર્થાતુ અરૂપી દ્રવ્યો પર કોઈ વ્યક્તિ તે ક્રિયાઓ કરી શકતા નથી. એક પુદ્ગલાસ્તિકાય જ રૂપી અજીવકાય છે, તેના પર કોઈ વ્યક્તિ બેસવાની,