________________
| શતક-૭ઃ ઉદ્દેશક-૧૦.
| ૪૧૭ |
णायपुत्ते पोग्गलत्थिकायं रूविकायं अजीवकायं पण्णवेइ; से कहमेयं गोयमा! एवं?
तएणं से भगवंगोयमेते अण्णउत्थिए एवं वयासी- णोखलु वयं देवाणुप्पिया! अस्थिभावं णत्थि त्ति वयामो, णत्थिभावं अत्थि त्ति वयामो; अम्हे णं देवाणुप्पिया! सव्वं अत्थिभावं अत्थि त्ति वयामो, सव्वं णत्थिभावं णत्थि ति वयामो; ते चेयसा (वेदसा) खलुतुब्भे देवाणुप्पिया ! एयमद्वंसयमेव पच्चुवेक्खह त्ति कटुते अण्णउत्थिए एवं वयइ, वइत्ता जेणेव गुणसीलए चेइए जेणेव समणे भगवं महावीरे एवं जहा णियंठुद्देसए जाव भत्तपाणं पडिदंसेइ, पडिदसित्ता समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता णच्चासण्णे जाव पज्जुवासइ । શબ્દાર્થ:-તં ગેયલા = પોતાના જ્ઞાનથી, પોતાના અંતરમાં પંક્યુવેદ =વિચાર કરો ગવિખેડા = અપ્રગટ, અસ્પષ્ટ, સમજાય નહીં તેવા. ભાવાર્થ - તત્પશ્ચાત્ તે અન્યતીર્થિકોએ ભગવાન ગૌતમને થોડે દૂરથી જતા જોયા; જોઈને તેઓએ એક -બીજાને બોલાવ્યા, બોલાવીને એક બીજાને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! (પંચાસ્તિકાય સંબંધી) આ વાત આપણને સ્પષ્ટ સમજાતી નથી. આ ગૌતમ આપણાથી થોડે જ દૂર જઈ રહ્યા છે, તેથી હે દેવાનુપ્રિયો! ગૌતમને આ અર્થ પૂછવો તે આપણા માટે શ્રેયસ્કર છે; આ પ્રમાણે વિચાર કરીને તેઓએ પરસ્પર આ સંબંધમાં પરામર્શ કર્યો; પરામર્શ કરીને જ્યાં ભગવાન ગૌતમ હતા ત્યાં તેની પાસે આવ્યા; પાસે આવીને ભગવાન ગૌતમને આ પ્રમાણે પૂછ્યું
પ્રશ્ન- હે ગૌતમ ! તમારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ જ્ઞાતપુત્ર પંચાસ્તિકાયની પ્રરૂપણા કરે છે, જેમ કે ધર્માસ્તિકાય થાવત્ પુદ્ગલાસ્તિકાય. આ રીતે પૂર્વોક્ત સંપૂર્ણ કથન કરવું યાવતું તેમાં એક પગલાસ્તિકાયને શ્રમણ જ્ઞાતપુત્ર રૂપીકાય અને અજીવકાય કહે છે, તો હે ગૌતમ ! આ વાત કેવી રીતે સત્ય છે?
ઉત્તર– ત્યારે ભગવાન ગૌતમે તે અન્યતીર્થિકોને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! અમે અસ્તિભાવને નાસ્તિ કહેતા નથી અને નાસ્તિભાવને અસ્તિ છે તેમ કહેતા નથી. હે દેવાનુપ્રિય! અમે સર્વ અસ્તિભાવોને અસ્તિ અને સર્વ નાસ્તિભાવોને નાસ્તિ કહીએ છીએ. તેથી હે દેવાનુપ્રિયો! આ વાતનો તમે સ્વયં અંતરથી વિચાર કરો. અન્યતીર્થિકોને આ પ્રમાણે કહીને શ્રી ગૌતમસ્વામી ગુણશીલ ઉદ્યાનમાં જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજમાન હતા, ત્યાં તેમની પાસે આવ્યા વગેરે વર્ણન દ્વિતીય શતકના નિગ્રંથ ઉદ્દેશક અનુસાર કહેવું યાવતુ ભગવાનને આહાર–પાણી બતાવ્યા, બતાવીને પ્રભુની આજ્ઞા લઈને આહાર પાણી કર્યા, ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને ન અતિ દૂર અને ન અતિ નજીક રહીને ભગવાનની ઉપાસના કરવા લાગ્યા. ५ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे महाकहापडिवण्णे या वि