________________
શતક-૭: ઉદ્દેશક-૧૦.
૪૧૭
શતક-: ઉદ્દેશક-૧૦
- સંક્ષિપ્ત સાર
સાર
-
આ ઉદ્દેશકમાં કાલોદાયી આદિ અન્યતીર્થિકોની પંચાસ્તિકાય વિષયક વિચારણા, પ્રભુ મહાવીર પાસે તેનું સમાધાન, કાલોદાયીને સંબોધિની પ્રાપ્તિ, સંયમ સ્વીકાર, તેના અન્ય પ્રશ્નોત્તર, સંયમ તપની સાધના અને તેની અંતિમ આરાધના વગેરેનું નિરૂપણ છે.
* રાજગૃહ નગરમાં ગુણશીલ ઉદ્યાનની સમીપે અન્યતીર્થિકોનો આશ્રમ હતો. ત્યાં કાલોદાયી આદિ અનેક સંન્યાસી રહેતા હતા. એકદા તેઓ પરસ્પર વિચાર કરી રહ્યા હતા કે શ્રમણ ભગવાન મહાવીર પંચાસ્તિકાયનું કથન કરે છે; જેમાં ધર્માસ્તિકાયાદિ ચાર અરૂપી અને એક પુદ્ગલાસ્તિકાય રૂપી છે. ધમસ્તિકાયાદિ ચાર અજીવ અને એક જીવાસ્તિકાય જીવરૂપ છે. આ કથન કઈ રીતે માની શકાય ?
સંયોગવશ ગૌતમસ્વામી ગૌચરી લઈનગરમાંથી ગુણશીલ ઉધાનમાં આવી રહ્યા હતા. સંન્યાસીઓએ આશ્રમ પાસેથી નીકળતા ગૌતમ સ્વામીને જોયા અને તેમની નજીક જઈને પોતાની શંકા પ્રગટ કરી. પ્રત્યુત્તરમાં ગૌતમ સ્વામીએ કહ્યું કે અમે અસ્તિભાવને જ અતિરૂપ અને નાસ્તિભાવને જ નાસ્તિરૂપ કહીએ છીએ. આ રીતે સંક્ષિપ્ત ઉત્તર આપીને ગૌતમસ્વામી સ્વસ્થાને ગયા.
ત્યાર પછી વિશેષ સમાધાન મેળવવા કાલોદાયી સંન્યાસી પ્રભુ પાસે ગયા. પ્રભુએ તેને પંચાસ્તિકાયનું સ્વરૂપ સમજાવ્યું. વિશેષમાં તે પણ સ્પષ્ટ કર્યું કે ધર્માસ્તિકાયાદિ ચાર અરૂપી દ્રવ્ય પર સૂવા, બેસવાની આદિ કોઈ પણ ક્રિયા થતી નથી. કેવળ પુદ્ગલાસ્તિકાય પર જ આ સર્વ ક્રિયાઓ થાય છે; કારણ કે તે રૂપી છે.
ત્યાર પછી કાલોદાયીને બોધ પ્રાપ્ત થયો, તેણે પ્રભુ સમીપે સંયમ સ્વીકાર કર્યો. તેમણે પ્રભુને પુણ્ય પાપકર્મ વિષયક પ્રશ્નો પૂછ્યા. પ્રભુએ દષ્ટાંત સહિત તેનું સ્વરૂપ સમજાવ્યું.
* હિંસાદિ અઢાર પાપસ્થાનરૂપ પાપકર્મ વિષમિશ્રિત ભોજનની જેમ પાપ વિપાકરૂપ–અશુભફળ આપે છે અને પાપસ્થાનના ત્યાગરૂપ પુણ્યકર્મ ઔષધમિશ્રિત ભોજનની જેમ કલ્યાણવિપાકરૂપ–શુભફળ આપે છે. પુણ્ય અને પાપકર્મ જીવને જ થાય છે, અજીવને નહીં.
* અગ્નિને પ્રજ્વલિત કરનાર મહાકર્મ બાંધે છે. તેની અપેક્ષાએ અગ્નિ બુઝાવનાર અલ્પકર્મ બાંધે છે કારણ કે અગ્નિ પ્રગટાવનાર પુરુષ પૃથ્વીકાયિકાદિ અનેક જીવોનો વિરાધક બને છે અને અલ્પતર અગ્નિકાયના જીવોનો પણ વિરાધક બને છે. ત્યારે અગ્નિ બુઝાવનાર પુરુષ પૃથ્વી, પાણી, વાયુ વનસ્પતિના