________________
૪૦૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૨
એજ્ઞ વવયં – ચેડા રાજાના અમોધ બાણથી દશ ભાઈઓની જેમ કોણિકનું હનન ન થઈ જાય તે માટે શક્રેન્દ્ર વજમય અભેદ્ય કવચની વિફર્વણા કરી હતી.
રથમુસલ સંગ્રામ :१३ णायमेयं अरहया, सुयमेयं अरहया, विण्णायमेणं अरहया ! रहमुसले संगामे; रहमुसले णं भंते ! संगामे वट्टमाणे के जइत्था, के पराजइत्था ?
गोयमा ! वज्जी, विदेहपुत्ते, चमरे असुरिंदे असुरकुमारराया जइत्था; णव मल्लई, णव लेच्छई पराजइत्था । ભાવાર્થ - પ્રશ્ન- હે અહંત પ્રભો ! અમે આ જાણ્યું છે, સાંભળ્યું છે અને વિશેષરૂપે જાણ્યું છે કે રથમુસલ સંગ્રામ થયો છે. તો હે ભગવન્! તે રથમુસલ સંગ્રામમાં કોનો વિજય થયો અને કોનો પરાજય થયો ?
ઉત્તર- હે ગૌતમ ! શક્રેન્દ્ર, કોણિક તથા અસુરેન્દ્ર અસુરરાજ ચમરનો વિજય થયો અને નવ મલ્લી, નવ લિચ્છવી ૧૮ ગણ રાજાઓનો પરાજય થયો.
|१४ तए णं से कूणिए राया रहमुसलं संगाम उवट्ठियं, सेसं जहा महासिलाकंटए, णवरं भूयाणंदे हत्थिराया जाव रहमुसलं संगामं ओयाए । पुरओ य से सक्के देविंदे देवराया जाव चिट्ठइ; मग्गओ य से चमरे असुरिंदे असुरकुमारराया एगं महं आयसं किढिणपडिरूवगं विउव्वित्ता णं चिट्ठइ । एवं खलु तओ इंदा संगाम संगार्मेति, तं जहा- देविंदे य मणुइंदे य असुरिंदे य । एगहत्थिणा वि णं पभू कूणिए राया जइत्तए; तहेव जाव दिसोदिसिं पडिसेहित्था । શબ્દાર્થ:- માં નવરં વિશાળ ઢાલ વિહિન પડવાં કાવડમાં રાખવાની છાબ સમાન. ભાવાર્થ - ત્યારપછી રથમુસલ સંગ્રામ નિશ્ચિત થતાં, કોણિક રાજાએ પોતાના સેવક પુરુષોને બોલાવ્યા વગેરે સંપૂર્ણ વર્ણન મહાશિલા કંટક સંગ્રામની સમાન જાણવું. વિશેષતા એ છે કે અહીં 'ભૂતાનંદ' નામનો હસ્તિરાજ હતો યાવતું કોણિક રાજા રથમૂસલ સંગ્રામમાં ઉતર્યા.
તેની આગળ દેવેન્દ્ર દેવરાજ શક્ર રહ્યા હતા ત્યાં સુધીનું સંપૂર્ણ વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. પાછળ અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્ર કાવડમાં રાખવામાં આવતી છાબ સદશ વિશાલ ઢાલની વિદુર્વણા કરીને રહ્યા આ રીતે ત્રણ ઈન્દ્ર સંગ્રામ કરવાને માટે પ્રવૃત્ત થયા. યથા- દેવેન્દ્ર, મનુજેન્દ્ર અને અસુરેન્દ્ર (ચમર). હવે કોણિક કેવળ એક હાથીથી જ સંપૂર્ણ શત્રુ સેનાને પરાજિત કરવામાં સમર્થ હતા યાવતુ તેણે શત્રુ રાજાની સેનાઓને દસે દિશાઓમાં ભગાડી દીધી.