________________
શતક-૭ : ઉદ્દેશક-૯ .
૩૯૯]
આદિ પ્રહરણ = ભાલા આદિ શસ્ત્રોને ગ્રહણ કરીને વઢવામરવાતવીર્થ = ચાર ચામરોના વાળોથી વીંજાતા માનવસર્જિયાતો = જય જયકાર અને મંગલ વાક્યોથી તે ક્ષેત્રને ગુંજાવતાં, લોકો દ્વારા જયજયકાર અને મંગલ શબ્દો થવા લાગ્યા. ભાવાર્થ - તત્પશ્ચાત્ કોણિક રાજા જ્યાં સ્નાનગૃહ હતું, ત્યાં આવ્યા, આવીને સ્નાનગૃહમાં પ્રવેશ કરી સ્નાન કર્યું યાવત્ સમસ્ત આભૂષણોથી વિભૂષિત થયા, શસ્ત્રાસ્ત્રોથી સુસજ્જિત થયા, લોખંડનું કવચ ધારણ કર્યું. ત્યાર પછી તેમણે દોરી ચડાવેલા ધનુષને ગ્રહણ કર્યું. યોદ્ધાને યોગ્ય ઉત્તમોત્તમ ચિલંપટ બાંધ્યા. ત્યાર પછી તેમણે ગદા આદિ આયુધ તથા ભાલા આદિ શસ્ત્ર ગ્રહણ કર્યા. કોરંટક પુષ્પોની માળા સહિત છત્ર ધારણ કર્યું. તેની ચારે તરફ ચાર ચામરો વીંઝાવા લાગ્યા, લોકો દ્વારા માંગલિક અને જય વિજયના શબ્દોચ્ચારણ થવા લાગ્યા; આ રીતે ઔપપાતિક સૂત્રાનુસાર વર્ણન કરવું યાવતું જ્યાં ઉદાયી પટ્ટહસ્તિ હતો ત્યાં આવ્યા, આવીને ઉદાયી નામના પટ્ટહસ્તિ પર આરૂઢ થયા.
८ तए णं से कूणिए राया हारोत्थयसुकयरइयवच्छे जहा उववाइए जाव सेयवरचामराहिं उद्धव्वमाणीहिं उद्धव्वमाणीहिं हय-गय-रह- पवर-जोहकलियाए चाउरंगिणीए सेणाए सद्धिं संपरिवुडे, महयाभडचडगरविंदपरिक्खित्ते जेणेव महासिला -कंटए संगामे तेणेव उवागच्छइ, उवागच्छित्ता महासिलाकंटयं संगामं ओयाए। पुरओ य से सक्के देविंदे देवराया एगं महं अभेज्जकवयं वइरपडिरूवगं विउव्वित्ता णं चिट्ठइ । एवं खलु दो इंदा संगामे संगामेति, तं जहा- देविंदे य, मणुइंदे य । एगहत्थिणा वि णं पभू कूणिए राया परिजिणित्तए । શબ્દાર્થ –દારોત્થરણુયરફવચ્છ = હારમાલા આદિથી જેનું વક્ષઃસ્થલ શોભિત છે મહાવડરવિ પરિવારે = મહાન યોદ્ધાઓના સમૂહથી વ્યાપ્ત વાણ = ઉતર્યા PMવયે = અભેદ્ય કવચ વરુપડવા = વજ જેવું. ભાવાર્થ:- તત્પશ્ચાત્હારોથી આચ્છાદિત વક્ષ:સ્થલવાળા યાવતુ ઔપપાતિક સૂત્રાનુસાર શ્વેત ચામરોથી વીંઝાતા–વીંઝાતા અશ્વ, હસ્તિ, રથ અને શ્રેષ્ઠ યોદ્ધાઓથી યુક્ત, ચતુરંગિણી સેનાથી ઘેરાયેલા, મહાન સુભટોના વિશાળ સમૂહથી વ્યાખ કોણિક રાજા મહાશિલાકંટક સંગ્રામ થવાનો હતો ત્યાં આવ્યા, ત્યાં આવીને મહાશિલાકંટક સંગ્રામમાં ઉતર્યા. તેની આગળ દેવરાજ દેવેન્દ્ર ચક્ર વજની સમાન એક મહાન અભેદ્ય કવચની વિફર્વણા કરીને ઉપસ્થિત થયા. આ રીતે તે યુદ્ધક્ષેત્રમાં બે ઈન્દ્ર સંગ્રામ કરવા લાગ્યા, યથા– (૧) દેવેન્દ્ર દેવરાજ શક્ર (૨) મનુજેન્દ્ર-કોણિક રાજા. કોણિક રાજા ઈન્દ્રની સહાયતાના કારણે કેવળ એક હાથીથી જ શત્રુ સેનાને પરાજિત કરવામાં સમર્થ થઈ ગયા. | ९ तएणं से कूणिए राया महासिलाकंटगं संगाम संगामेमाणे णव मल्लई णव लेच्छई कासी-कोसलगा अट्ठारस विगणरायाणो हयमहियपवरवीरघाइयविवडिय