________________
શતક-૭ : ઉદ્દેશક-૩
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નૈષિક જીવ શાશ્વત છે કે અશાશ્વત છે ?
૩૫૩
ઉત્તર– હે ગૌતમ ! નૈરયિક જીવ કચિત શાશ્વત છે અને કર્થોચત અશાશ્વત છે ?
.
२५ सेकेणद्वेणं भंते ! एवं वुच्चइ - णेरइया सिय सासया सिय असासया ? गोयमा ! अव्वोच्छित्ति णयट्टयाए सासया, वोच्छित्ति णयट्टयाए असासया । से तेणट्टेणं जाव सिय सासया सिय असासया; एवं जाव वेमाणिया । ॥ सेव અંતે ! સેવ મંતે ॥
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે નૈરયિક જીવ કચિત્ શાશ્વત અને કચિત્ અશાશ્વત છે?
ઉત્તર- હે ગૌતમ ! અવ્યચ્છિત્તિ નયની અપેક્ષાએ અર્થાત્ દ્રવ્યાર્થિક નયે નૈરયિક જીવ શાશ્વત છે અને વ્યચ્છિત્તિ નયની અપેક્ષાએ અર્થાત્ પર્યાયાર્થિક નયે નૈરયિક જીવ અશાશ્વત છે. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહેવાય છે કે નૈષિક જીવ કર્થોંચતુ શાશ્વત છે અને કથંચતુ અશાશ્વત છે.
આ જ રીતે વૈમાનિક પર્યંત કહેવું જોઈએ કે તે કચિત્ શાશ્વત છે અને કËચત્ અશાશ્વત છે. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાપેક્ષ દષ્ટિકોણથી જીવની શાશ્વતતા અને અશાશ્વતતાનું નિરૂપણ છે. વ્યચ્છેદનયથી અશાશ્વતતા :– ચોવીસ દંડકના જીવો ભવસ્થિતિની અપેક્ષાએ અશાશ્વત છે. પ્રત્યેક નારકી જન્મે છે અને મૃત્યુ પામે છે. નારકી જીવ વધારેમાં વધારે તેત્રીસ સાગરોપમથી અધિક કાલ નારક પર્યાયમાં રહેતો નથી. તેથી તે અશાશ્વત છે.
=
અવ્યવચ્છેદથી શાશ્વતતા :– પરંપરાની અપેક્ષાએ નૈરયિકાદિ દંડકના જીવો શાશ્વત છે. આ જગતમાં એક પણ સમય એવો નથી જે સમયે નારક જીવો ન હોય. જગત નારક જીવોથી ક્યારે ય શૂન્ય થતું નથી તેથી પરંપરા પેક્ષયા(પ્રવાહની અપેક્ષાએ) નૈરયિકાદિ ચોવીસ દંડકના જીવો શાશ્વત છે.
બીજા અને ત્રીજા ઉદ્દેશકમાં વર્ણિત શાતતા અશાશ્વતતાનો તફાવત ઃ- શતક ૭, ઉદ્દેશક-૨, સૂત્ર-૨૪, ૨૫માં જીવદ્રવ્યની અપેક્ષાએ અને તેની પર્યાયની અપેક્ષાએ શાશ્વતતા—અશાશ્વતતાનું નિરૂપણ છે; જયારે આ સૂત્રોમાં જન્મ મરણની અપેક્ષાએ જીવોને અશાશ્વત કહ્યા છે અને અવ્યવચ્છંદ(પરંપરા)ની અપેક્ષાએ સર્વ દંડકમાં જીવો સદા હોય છે તેથી દરેક દંડકના જીવો શાશ્વત છે, તેમ જણાવ્યું છે. બંને ઉદ્દેશકના પ્રશ્નોત્તર સમાન જણાતાં હોવા છતાં ઉત્તરના ભાવોમાં ભિન્નતા સ્પષ્ટ છે.