________________
શ્રી ભગવતી સૂત્ર–૨
गोयमा ! रइया णो मूलगुणपच्चक्खाणी, णो उत्तरगुणपच्चक्खाणी, अपच्चक्खाणी । एवं जाव चउरिंदिया । पंचिदियतिरिक्खजोणिया मणुस्सा य जहा जीवा । वाणमंतर जोइसिय वेमाणिया जहा णेरइया ।
૩૩૪
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું નૈયિક મૂળગુણ પ્રત્યાખ્યાની છે, ઉત્તરગુણ પ્રત્યાખ્યાની છે કે અપ્રત્યાખ્યાની છે ?
ઉત્તર– હે ગૌતમ ! નૈયિક મૂલગુણ પ્રત્યાખ્યાની નથી, ઉત્તરગુણ પ્રત્યાખ્યાની નથી, પરંતુ અપ્રત્યાખ્યાની છે. આ રીતે ચૌરેન્દ્રિય જીવો પર્યંત કહેવું જોઈએ.
પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોના વિષયમાં સમુચ્ચય જીવોની જેમ કહેવું જોઈએ. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોનું કથન નૈરિયક જીવોની જેમ કરવું જોઈએ અર્થાત્ તે સર્વ અપ્રત્યાખ્યાની છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સમુચ્ચય જીવો તથા ૨૪ દંડકોના જીવોમાં મૂળગુણ પ્રત્યાખ્યાની, ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાનીના અસ્તિત્વની પૃચ્છા કરીને તેનું સમાધાન કર્યું છે.
નિષ્કર્ષ :– નૈરયિકો, પાંચ સ્થાવરો, ત્રણ વિકલેન્દ્રિય જીવો તથા વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકો, અર્થાત્ ૨૨ દંડકના જીવો મૂળગુણ પ્રત્યાખ્યાની કે ઉત્તરગુણ પ્રત્યાખ્યાની નથી, તે સર્વથા અપ્રત્યાખ્યાની છે. તિર્યંચ પંચેન્દ્રિય જીવો અને મનુષ્યોમાં ત્રણે વિકલ્પ પ્રાપ્ત થાય છે. તિર્યંચો માત્ર દેશ મૂળગુણ અને દેશ ઉત્તરગુણ પ્રત્યાખ્યાની જ છે.
મૂળગુણ પ્રત્યાખ્યાની આદિનું અલ્પબહુત્વ :
१२ एएसि णं भंते ! जीवाणं मूलगुणपच्चक्खाणीणं, उत्तरगुणपच्चक्खाणीणं, अपच्चक्खाणीणं य कयरे कयरेहिंतो जाव विसेसाहिया वा ?
गोयमा ! सव्वत्थोवा जीवा मूलगुणपच्चक्खाणी, उत्तरगुणपच्चक्खाणी असंखेज्जगुणा, अपच्चक्खाणी अनंतगुणा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! મૂળગુણ પ્રત્યાખ્યાની, ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની આ જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર– હે ગૌતમ ! સર્વથી થોડા મૂલગુણ પ્રત્યાખ્યાની છે, તેનાથી ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અસંખ્યાતગુણા અને તેનાથી અપ્રત્યાખ્યાની અનંતગુણા છે.
१३ एएसि णं भंते ! पंचिदियतिरिक्खजोणियाणं पुच्छा ?