________________
શતક-૭ઃ ઉદ્દેશક-૨
[ ૩૨૯ |
ને નવા ઉન્ને મળવા – આ જીવ છે, આ અજીવ છે તેવું સંક્ષિપ્ત, વિસ્તૃત કે વિશ્લેષણયુક્ત જ્ઞાન, જીવ હિંસાના ત્યાગીને અવશ્ય હોવું જોઈએ. જ્ઞાન વિના કરેલો ત્યાગ દીર્ઘકાલ સુધી ટકી શકતો નથી અને સંપૂર્ણ રીતે સફળ થતો નથી. તેથી સૂત્રકારે અજ્ઞાનીના પ્રત્યાખ્યાનને દુપ્રત્યાખ્યાન કહ્યા છે. સુપવાઃ - પ્રસ્તુત સૂત્રમાં જીવહિંસાના ત્યાગ માટે જીવ–અજીવના જ્ઞાનની અનિવાર્યતા પ્રગટ કરી છે. તે જ રીતે પ્રત્યેક પ્રત્યાખ્યાનમાં તત્સંબંધી જ્ઞાન હોવું જરૂરી છે. જેમ કે- આયંબિલના પ્રત્યાખ્યાન કરનારને આયંબિલના આહારની, તેની વિધિની જાણકારી જરૂરી છે. આ રીતે સમ્યગુજ્ઞાનપૂર્વકના પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન કહેવાય છે. મૂળગુણ પ્રત્યાખ્યાન અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન :३ कइविहे णं भंते ! पच्चक्खाणे पण्णत्ते ?
गोयमा ! दुविहे पच्चक्खाणे पण्णत्ते, तं जहा- मूलगुणपच्चक्खाणे य उत्तरगुणपच्चक्खाणे य । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! પ્રત્યાખ્યાનના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! પ્રત્યાખ્યાનના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) મૂળગુણ પ્રત્યાખ્યાન અને (૨) ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. | ४ मूलगुणपच्चक्खाणे णं भंते ! कइविहे पण्णत्ते ?
गोयमा ! दुविहे पण्णत्ते, तं जहा- सव्वमूलगुणपच्चक्खाणे य देसमूलगुणपच्चक्खाणे य ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મૂળગુણ પ્રત્યાખ્યાનના કેટલા પ્રકાર છે ?
ઉત્તર- હે ગૌતમ! મૂળગુણ પ્રત્યાખ્યાનના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સર્વ મૂળગુણ પ્રત્યાખ્યાન અને (૨) દેશ મૂળગુણ પ્રત્યાખ્યાન.
सव्वमूलगुणपच्चक्खाणे णं भंते ! कइविहे पण्णत्ते ?
गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहा- सव्वाओ पाणाइवायाओ वेरमणं जाव सव्वाओ परिग्गहाओ वेरमणं ।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વ મૂલગુણ પ્રત્યાખ્યાનના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વ મૂળગુણ પ્રત્યાખ્યાનના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સર્વ