________________
૩૨૮]
શ્રી ભગવતી સત્ર-૨
सव्वपाणेहिं जाव सव्वसत्तेहिं पच्चक्खायमिति वयमाणस्स सुपच्चक्खायं भवइ; णो दुपच्चक्खायं भवइ । एवं खलु से सुपच्चक्खाई सव्वपाणेहिं जाव सव्वसत्तेहिं पच्चक्खायमिति वयमाणे सच्चं भासं भासइ, णो मोसं भासं भासइ । एवं खलु से सच्चवाई सव्वपाणेहिं जाव सव्वसत्तेहिं तिविहं तिविहेणं संजय-विरय-पडिहयपच्चक्खायपावकम्मे अकिरिए संवुडे एगंतपंडिए यावि भवइ । से तेणटेणं गोयमा! एवं वुच्चइ जावसिय दुपच्चक्खायं भवइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન! તેનું શું કારણ છે કે સર્વ પ્રાણ, સર્વ ભૂત, સર્વ જીવ અને સર્વ સત્ત્વોની હિંસાના પ્રત્યાખ્યાન કરનારના ક્યારેક સુપ્રત્યાખ્યાન અને ક્યારેક દુપ્રત્યાખ્યાન હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! 'મેં સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વોની હિંસાના પ્રત્યાખ્યાન કર્યા છે, આ પ્રમાણે કહેનાર પુરુષને જો આ જીવ છે, આ અજીવ છે, આ ત્રસ છે, આ સ્થાવર છે તેવું જ્ઞાન ન હોય તો તે પુરુષના પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન નથી પરંતુ દુપ્રત્યાખ્યાન છે. મેં સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સર્વ સત્ત્વોની હિંસાના પ્રત્યાખ્યાન કર્યા છે, આ પ્રમાણે કહેનાર તે દુપ્રત્યાખ્યાની પુરુષ સત્ય ભાષા બોલતા નથી, મૃષાભાષા બોલે છે. આ રીતે તે મૃષાવાદી સર્વ પ્રાણ યાવતુ સમસ્ત સત્ત્વો પ્રતિ ત્રણ કરણ, ત્રણ યોગથી અસંયત, અવિરત, પાપકર્મથી અપ્રતિહત-અનિવૃત્ત અને પાપકર્મના અપ્રત્યાખ્યાની, કાયિકી આદિ ક્રિયાઓથી યુક્ત, અસંવૃત(સંવર રહિત), એકાંતદંડ(હિંસાકારક) અને એકાંતબાલ(અજ્ઞાની) છે.
મેં સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્વોની હિંસાના પ્રત્યાખ્યાન કર્યા છે; આ પ્રમાણે કહેનાર પુરુષને જો આ જીવ છે, આ અજીવ છે, આ ત્રસ છે, આ સ્થાવર છે, તેવું જ્ઞાન હોય તો તે પુરુષના પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન છે, દુપ્રત્યાખ્યાન નથી. મેં સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સર્વ સત્ત્વોની હિંસાના પ્રત્યાખ્યાન કર્યા છે, આ પ્રમાણે કહેનાર તે સુપ્રત્યાખ્યાની સત્યભાષા બોલે છે, મૃષાભાષા બોલતા નથી. આ રીતે તે સુપ્રત્યાખ્યાની સત્યભાષી, સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વો પ્રતિ ત્રણ કરણ, ત્રણ યોગથી સંયત, વિરત છે, તેણે અતીતકાલીન પાપકર્મોને પશ્ચાત્તાપ અને આત્મનિંદાથી રોક્યા છે, અનાગત પાપોના પ્રત્યાખ્યાન કર્યા છે, તે કર્મબંધના કારણભૂત ક્રિયાઓથી રહિત છે, સંવર યુક્ત છે અને એકાંત પંડિત છે. તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું છે કે વાવતુ ક્યારેક તેના સુપ્રત્યાખ્યાન હોય છે અને ક્યારેક દુષ્પત્યાખ્યાન હોય છે.
વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રમાં સુપ્રત્યાખ્યાન અને દુપ્રત્યાખ્યાનનું સ્વરૂપ સમજાવતાં સમ્યગુજ્ઞાનની અનિવાર્યતા પ્રગટ કરી છે. સમ્યગુજ્ઞાન સહિતના પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન બને છે. અજ્ઞાની વ્યક્તિના પ્રત્યાખ્યાન દુપ્રત્યાખ્યાન છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં પણ કહ્યું છે કે તમે બધું તો કથા = પહેલાં જ્ઞાન અને પછી દયા. અહીં પણ ચારિત્રનું આરાધન જ્ઞાનપૂર્વક થઈ શકે તે વાતનું સમર્થન કર્યું છે.