________________
| ૩૨૬ ]
શ્રી ભગવતી સત્ર-૨
(૮) નિરવશેષ- ચાર પ્રકારના આહારના મર્યાદિત સમય માટે સર્વથા પચ્ચખાણ. (૯) સંકેત- અંગૂઠી મુકી, નમસ્કાર મંત્ર આદિ કોઈ પણ સંકેત પૂર્વકના પ્રત્યાખ્યાન. (૧૦) અઢાપ્રત્યાખ્યાન- પોરસી, બપોરસી વગેરે સમયની નિશ્ચિતતા સહિતના પ્રત્યાખ્યાન. * રર દંડકના જીવ અપ્રત્યાખ્યાની છે, તિર્યંચ પંચેન્દ્રિય પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની હોય છે, મનુષ્ય પ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની ત્રણે ય હોય શકે છે. * સર્વથી થોડા પ્રત્યાખ્યાની જીવ, તેથી પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની અસંખ્યાતણા, તેથી અપ્રત્યાખ્યાની જીવ અનંતગુણા છે. * પ્રત્યેક જીવ દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત અને પર્યાયની અપેક્ષાએ અશાશ્વત છે.
આ રીતે આ ઉદ્દેશકમાં પ્રત્યાખ્યાનના સ્વરૂપને વિસ્તારથી સમજાવ્યું છે.